જખૌ બંદરે આજે દબાણો હટાવાશે:જખૌંના દબાણોને નોટિસની મુદ્દત આજે પુરી; પોલીસના ધાડા પોર્ટમાં ઉતર્યા

જખૌં2 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીરમાં પોલીસનો કાફલો - Divya Bhaskar
તસવીરમાં પોલીસનો કાફલો
  • કેટલાક માછીમારો વતન જવા રવાના
  • દંગાઓ પણ ખાલી કરવાની તૈયારીઓ

તો બીજીબાજુ મત્યબંદર જખાૈ ખાતે મોટી સંખ્યામાં દબાણો ખડકાઇ ગયા છે. જેને દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હાલમાં જ 200થી300 દબાણકારોને નોટીસો અાપવામાં અાવી હતી. જેની મુદ્દત ગુરૂવારે પૂર્ણ થાય છે. તેના અેક દિવસ પહેલા જખાૈ ખાતે પોલીસ અને વહીવટી તંત્રના ધાડા ઉતર્યા હતાં. તો માછીમારોઅે કામગીરીને લઇને વિવિધ સવાલો ઊભા કર્યા છે.બુધવારે વહીવટી તંત્રના અધિકારીઅોઅે પોલીસ કાફલાને સાથે રાખી જખાૈની મુલકાત કરી હતી. બંદર અને ગામની મુલકાત કરવામાં અાવી હતી.

સ્વેચ્છાએ પોતાનો સામાન લઇ જતા માછીમારો.
સ્વેચ્છાએ પોતાનો સામાન લઇ જતા માછીમારો.

પ્રાંત અધિકારી હર્ષવર્ધન સોલંકી, ડીવાયએસપી બી બી ભગોરા, જખૌ મરીન પીઆઇ ડી એસ ઇસરાણી તેમજ પીએસઆઇ અને પોલીસ કાફલો સાથે રહ્યા હતાં. પોલીસ અને અધિકારીઅોઅે ગામમાં ફુટ પેટ્રોલિંગ કર્યું હતું. જેના લીધે દબાણકારો અને બીજા જિલ્લામાંથી અાવેલા માછીમારોમાં સન્નાટો છવાઈ ગયો હતો. અમુક માછીમારો જરૂરી સામાન લઈને પોતાના વતન તરફ રવાના થઈ ગયા છે. તો અન્ય બોટો માછલીઓ ભરેલી હાલતમાં જેટી ઉપર ઊભેલી જોવા મળી રહી છે. અને મોટા ભાગના દંગા (માછલીઓ રાખવાની જગ્યા) પરથી સમાન ખાલી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

માછીમારોનો પક્ષ જાણ્યા વગર કામગીરીનો અાક્ષેપ
આ અંગે વલસાડ ગ્રુપ માછીમાર અને બોટ એસોસિઅેશનના પ્રમુખ નરશીભાઈ ટંડેલે જણાવ્યું હતુ કે તેઅો અંદાજે 50 વર્ષથી જખૌ બંદર ખાતે માછીમારીની મોસમમાં આવીએ છીએ. અને અહી વતન બનાવીને માછીમારીની સીઝન દરમિયાન રહીએ છીએ. તંત્ર દ્વારા દબાણ હટાવવા માટે માત્ર ત્રણ દિવસની નોટીસ અપાઇ છે. બહારના જિલ્લામાંથી આવતા માછીમારોનો પક્ષ જાણ્યા વગર કાર્યવાહી હાથ ધરવામાં આવતા માછીમારોને પલાયન થવાનો વારો આવશે. અને હાલમાં બોટો માછલીઓ ભરેલી જેટી પર ઊભેલી છે. તેમજ અમારા વતન પરત જવા માટે કોઈ પણ દંગાવાળા ડીઝલ પણ આપતા ન હોવાથી મુશ્કેલીમાં મુકાઇ ગયા છીએ.

અન્ય સમાચારો પણ છે...