દબાણ હટાવવાનો સિલસિલો યથાવત:પશ્ચિમી તટનું એ કમાત્ર મત્સ્ય બંદર જખૌ સપ્તાહમાં જ ખાલી થઇ જાય તેવી ભીતિ

જખૌં2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે વધુ 82 અતિક્રમણ દુર કરાયા
  • 150 બોટ સાથે 4 હજારથી વધુ માછીમારોએ અન્ય બંદરો તરફ માંડી મીટ

અબડાસા તાલુકાના જખાૈ બંદરે ગુરૂવારથી દબાણ હટાવની કામગીરી હાથ ધરાઇ છે, જે સતત બીજા દિવસે યથાવત રહી હતી અને શુક્રવારે વધુ 82 અતિક્રમણ દુર કરતાં બે દિવસમાં 225 દબાણો દુર કરાયા છે, જેના પગલે 150 નાની-મોટી બોટો સાથે 4 હજારથી વધુ માછીમારો અન્ય બંદરોઅે પલાયન થઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે અને દેશના પશ્ચિમી તટનું અેકમાત્ર મત્સ્ય બંદર જખાૈ સપ્તાહમાં ખાલી થઇ જાય તેવી ભીતિ સેવાઇ રહી છે.

ગુરુવારના તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ છે, જે શુક્રવારે જારી રહી છે. ગુરૂવારે 143 અને શુક્રવારે વધુ 82 મળી બે દિવસમાં 225 જેટલા કાચા-પાકા મકાનો-દંગા તોડી પાડવામાં અાવ્યા છે, જેના પગલે અન્ય જિલ્લામાંથી આવતા સાગરખેડૂતોને બોટો સાથે રાજ્યના અન્ય મત્સ્ય બંદર પર પલાયન થવાનો વારો આવ્યો છે. સતત બીજા દિવસે દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ હોવાથી લોકો રોડ તેમજ ફિશરીઝ વિભાગ હસ્તકની જમીન પર રહેવા મજબુર બન્યા છે અને તેની પાસે માછલીના સંગ્રહ માટેની કોઇ જ વ્યવસ્થા નથી.

હજુપણ અંદાજે 150નાની-મોટી બોટો સાથે 4 હજાર જેટલા માછીમારો રાજ્યના અન્ય મત્સ્ય બંદરોઅે ચાલ્યા જવાની તૈયારી કરી લીધી છે. માછીમારીની સિઝનમાં 10થી 12 હજારની વસ્તી ધરાવતા જખાૈ બંદરે હવે સન્નાટો છવાઇ થશે અને સપ્તાહમાં બંદર સદંતર ખાલી થઇ જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં અાવી રહી છે.

​​​​​​​બીજા દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવાતા લોકો રોડ પર રહેવા મજુબર બન્યા હોવા છતાં પણ જખૌ બંદરે નમકનું પરિવહન ચાલુ હોવાથી મોટી ટ્રકોની આવજા ચાલુ હોવાથી માછીમારોને પારાવાર મુશ્કેલી પડી હતી, જેથી બંદરે હાજીપીરથી જખાૈ બંદરે મીઠાનું પરિવહન બંદ કરવા માંગ ઉઠી છે.

માછીમારો પાસે ડીઝલ, રૂપિયા ખુટ્યા
કચ્છ ઉપરાંત જિલ્લા બહારના દ્વારકા, સલાયા સહિતના વિસ્તારોના માછીમારો અહીં વર્ષોથી માછીમારી કરી રહ્યા છે પરંતુ બે દિવસથી દબાણની કામગીરી જારી રહેતાં હવે કચ્છ બહારના અેટલે કે, અન્ય જિલ્લાના સાગરખેડૂતો રાજ્યના અન્ય બંદરોઅે જવા માટે મીટ માંડી બેઠા છે પરંતુ તેમની પાસે બોટમાં નાખવા ડીઝલ નથી કે, પૂરતા રૂપિયા ન હોવાથી મુશ્કેલીમાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...