કામગીરી:જખૌ બંદરે માછીમારોના ચૂંટણીકાર્ડ બનાવવા માટે ઘરો ઘર મોજણી કરાઇ

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાયબ મામલતદાર, રેવેન્યૂ તલાટી, બીઅેલઅોની સંયુક્ત કામગીરી

ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-22 જાહેર કરાયો છે, જે અન્વયે દર રવિવારે ખાસ ઝુંબેશ અાદરાય છે અને તાજેતરમાં જ દેશના પશ્ચિમી કાંઠાના જખાૈ બંદરે માછીમારોના ચૂંટણીકાર્ડ બનાવવા માટે મોજણી કરવામાં અાવી હતી.

કોઈપણ મતદાર મત આપવાથી વંચિત ન રહી જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરાઇ રહી છે. અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારમાં આવેલા મતદાન મથક જખૌ સોલ્ટમાં સમાવિષ્ટ જખૌ બંદરના તમામ માછીમારોના મતદારયાદીમાં નામ દાખલ કરી, ચૂંટણીકાર્ડ બનાવવા, નામ કમી કરાવવા, સુધારા કરાવવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરાઇ હતી. ચૂંટણી પંચના નવા સુધારા મુજબ ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવાનું રહે છે, જે મુજબ જખૌ બંદરે રહેતા માછીમારોને ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવા માટે ઘરોઘર જઇને માર્ગદર્શન અપાયું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કચ્છ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, અબડાસા વિધાનસભા મત વિસ્તારના પ્રાંત અધિકારી, મામલતદારની સૂચના અને માર્ગદર્શન હેઠળ જખૌ બંદર ખાતે નાયબ મામલતદાર-મતદારયાદી, રેવન્યૂ તલાટી, બુથ લેવલ ઓફીસર દ્વારા સંયુક્ત રીતે સરવેની કામગીરી કરાઇ હતી તેમજ જખૌ બંદર ખાતે રહેતા માછીમારો મતદારયાદીમાં નામ નોંધાવે તે માટે તેમને પ્રોત્સાહિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...