રાજ્યમાં યાંત્રિક વાહનોથી માછીમારીની મોસમ સોમવારથી ચાલુ થઇ હતી. જેના પગલે કચ્છના મત્સ્ય બંદર જખૌ ઉપરથી પણ માછીમારો દરિયો ખેડવા નિકળી ગયા હતાં. જોકે મોસમ શરૂ થવાના પ્રથમ દિવસે જ પવનનું જોર વધારે હોવાથી અમુક મોટી ટ્રોલિંગ બોટોએ દરિયામાં જવાનું ટાળ્યું હતું. જિલ્લાની તેમજ રાજ્યની અંદાજે 600જેટલી નાની- મોટી બોટો દરિયો ખેડવા કાર્યરત છે તેમાંથી પ્રથમ દિવસે 87 બોટ દરિયો ખેડવા નીકળી હતી. અબડાસા તાલુકાના દરિયાઈ સરહદ સાથે સંકળાયેલા જખૌ બંદર પરથી ફિશરીઝ વિભાગના પરવાનગીથી માછીમારીની મોસમ શરૂ થઈ ગઈ છે. જેમાં અંદાજે નાની- મોટી 600 બોટો પોતાના પરિવારના ગુજરાન સાથે દરિયો ખેડવા કાર્યરત છે. તેમાંથી 87 બોટો દરિયો ખેડવા નીકળી ગઈ છે. અને બીજી બોટો પણ ટૂંક સમયમાં દરિયામાં જશે. દેશના અન્ય ખૂણાઓ સાથે વિદેશોમાં પણ માછલીઓની ખપત પૂરી પાડવામાં મહત્વનો ભાગ ભજવતું જખૌ બંદર પરથી ગત માછીમારીની મોસમ ખરાબ ગઈ હતી. માછીમારોને અાર્થિક રીતે નુકસાન પણ થયું હતું. તો અન્ય જિલ્લામાં પરત ફરેલી મોટી બોટોનો પણ ટૂંક સમયમાં આગમન થશે તેવું ફિશરીઝ વિભાગ જખૌ દ્વારા જણાવવામાં અાવ્યું હતું.
સારા વરસાદના પગલે માછીમારી સિઝન આ વખતે સારી જવાની અાશા
હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદ સારો પડ્યો છે. સાથે કચ્છમાં પણ વરસાદ સારો પડ્યો હોવાથી મોટા પ્રમાણમાં કીમતી માછલીઓ મળી શકવાની પૂરેપૂરી શક્યતા હોવાનું માછીમારો જણાવી રહ્યા છે. અને મોટી ટ્રોલીંગ બોટો પણ ડીઝલ, બરફ અને રાશન સહિતની માછીમારીની જરૂરી ચીજવસતુઓ લોડ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.