ચકચાર:જખૌની ગૌચરનો ગ્રામપંચાયતનો ઠરાવ ન હતો, હવે ટપકી પડ્યો!

જખૌ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 42260ચો.મી. ચરિયાણ જમીન કંપનીને ગ્રામપંચાયતના બોગસ ઠરાવના આધારે પધરાવી દેવાઇ હોવાની ચકચાર
  • 2016ના આ પ્રકરણ બહાર આવ્યા બાદ એક તબક્કે દબાણ હટાવવાનો મુદ્દો છેક જિલ્લા કક્ષાએ પહોંચ્યો પરંતુ કંપની સામે કોઇ જ કાર્યવાહી ન થઇ

અબડાસા તાલુકાના જખૌની 42260 ચો.મી. ગૌચર જમીન ગ્રામપંચાયતના ઠરાવ વગર કંપનીને પધરાવી દેવામાં આવ્યા બાદ, કંપની દ્વારા કરાયેલું ગાૈચર જમીન પરનું દબાણ હટાવવાનો મુદ્દો જિલ્લા કક્ષાઅે પહોંચ્યા બાદ ત્યારબાદ કોઇ જ કાર્યવાહી કરાઇ નથી અને હવે છેકછાક વાળો ઠરાવ કયાંથી મળી અાવ્યો તે અેક યક્ષ પ્રશ્ન છે.મીઠાનું ઉત્પાદન કરતી ભારત સોલ્ટ કંપનીને એપ્રોચ રોડ ગાૈચર જમીનમાંથી બનાવવા ગ્રામપંચાયતના બોગસ ઠરાવને કલેક્ટર સમક્ષ સાચા તરીકે રજૂ કરી થયેલો હુકમ રદ કરીને પાકા હદ નિશાન લગાવવાની રજૂઆત કરાયા બાદ તાલુકા કક્ષાએથી સ્થાનિક પંચરોજ કરાયું હતું.

અબડાસા તાલુકા વિકાસ અધિકારીના અહેવાલ પ્રમાણે જખાૈના તલાટી સહમંત્રી રૂબરૂ નિવેદનમાં જણાવ્યું છે કે, વર્ષ 2002-3 દરમિયાન મિનિટસ મુદ્દા નં.5થી ઠરાવ નં.54માં શરૂઆતમાં છેકછાક પછી સરવે નંબર 1419 વાળી ગૌચર જમીન ભારત સોલ્ટ રિફાઇનરીને રસ્તો બનાવવા માટે ફાળવવામાં આવે તો જખૌ ગ્રામપંચાયતને કોઈ વાંધો નથી તેવો ઠરાવ કરાયો છે. વધુમાં આ જમીનમાં કોઈપણ ઘાસચારો ઊગતો નથી તેમજ આ જમીન ચરિયાણ માટે બિન ઉપયોગી હોઈ રસ્તો બનાવવા પંચાયતે અભિપ્રાય અાપ્યો છે.

2016થી જખૌની ગૌચર જમીનનો મુદ્દો બહાર આવ્યો છે, જેમાં બંદરની જેટ્ટી ઉપર યોજાયેલા લોક સુનાવણી કાર્યક્રમ દરમિયાન અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત કરાઇ હતી કે, કંપની દ્વારા બોગસ ઠરાવના આધારે એનઓસી મેળવી છે. ત્યારબાદ 2003માં આવો કોઈ ઠરાવ થયો જ નથી તેવા અહેવાલો જિલ્લા કક્ષાઅે મોકલવામાં અાવ્યા છે.

અગાઉ ખુદ તલાટી મંત્રી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, તા.12/6/2003ના દિવસે જખૌ જૂથ ગ્રામપંચાયત કચેરી ખાતે કોઈપણ ગ્રામસભા યોજાઇ નથી તો તે જ દિવસે કરાયેલો અને હાલમાં મળી આવેલો ઠરાવ ક્યાંથી આવ્યો તે અેક યક્ષ પ્રશ્ન છે. નવાઇની વાત અે છે કે, અા મુદ્દો જિલ્લા કક્ષાઅે પહોંચ્યા બાદ અાજદિન સુધી ગાૈચર જમીન પરનું દબાણ દુર કરાયું નથી અને તંત્રઅે કંપની સામે ભેદી સંજોગોમાં ચૂપકિદી સેવી લીધી છે.

પંચરોજ કામમાં ખુદ તંત્રઅે જ કર્યો છે અા ખુલ્લાસો
તાલુકા કક્ષાએથી ગૌચર જમીનમાં સ્થળ નિરીક્ષણ તેમજ પંચરોજ કરતા ગૌચર જમીનમાં કંપનીમાંથી પ્રોસેસ થઈને નીકળતા પાણીમાં કેમિકલ હોય છે. અાવા ત્રણેક જેટલા કયારા જેવા કુંડ જોવા મળ્યા હતા, જેમાં કેમિકલ યુક્ત પાણી સુકાઈ ગયા બાદ જમીન ઉપર મીઠાના તત્વોનું થર જામી જાય છે. જે જગ્યાએ આવા થર જામેલા છે ત્યાં ઘાસ ઉગતું નથી. વધુમાં સ્થળ નિરીક્ષણ દરમ્યાન મીઠા પાણીના વહેણમાં કેમિકલ યુક્ત પાણી ભળે છે. ગાૈચરમાં છોડાતું અા કેમિકલ યુક્ત પાણી દરિયાઈ પાણીમાં પણ છોડવામાં અાવતું હોવાનો અહેવાલ તાલુકા વિકાસ અધિકારીઅે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભુજને મોકલ્યા બાદ મૌન ધારણ કરી લીધું હોય તેમ ચૂપકિદી સેવી લીધી છે.

અહો આશ્ચર્યમ : અેક ગ્રામસભા અંગે એક જ તલાટી મંત્રીના ત્રણ અલગ-અલગ જવાબ
નવાઇની વાત અે છે કે, ગામમાં મળેલી અેક જ ગ્રામસભા અંગે અેક જ તલાટીમંત્રી દ્વારા અલગ-અલગ ત્રણ જવાબો અપાયા છે, જેમાં માંગેલી માહિતીના સંદર્ભમાં તા.1/4/2021ના જવાબ મુજબ તા.12/6/2003ના દિવસે જખૌ જૂથ ગ્રામપંચાયત કચેરીમાં કોઈપણ સભા મળી નથી. તા.4/1/2022ના અબડાસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને મોકલાવાયેલા અહેવાલ અનુસાર તલાટી સહમંત્રી જખૌ દ્વારા રેકર્ડ નિરીક્ષણ કરતાં 2003માં આવો કોઈ પણ ઠરાવ થયો જ નથી તેવો તલાટી મંત્રી દ્વારા સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે. ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી દ્વારા તા.7/5/2022ના નાયબ જિલ્લા વિકાસ અધિકારીને મોકલવામાં આવેલા અહેવાલ મુજબ તલાટીમંત્રી જખૌ દ્વારા નિવેદનમાં જણાવ્યું છે કે, વર્ષ 2002-03માં મિનિટસ બુકમાં મુદ્દા નં 5માં ઠરાવ નં 54માં શરૂઆતમાં છેકછાક પછી આ બાબતનો ઠરાવ છે.

અન્ય સમાચારો પણ છે...