માંગણી:જખૌના દરિયામાં જતા પાણીના વહેણ કંપનીએ બંધ કર્યા, પાંચ વાંઢ સંપર્કવિહોણી બને તેવી ભીતિ

જખૌ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે મહિના અગાઉ તંત્રને ચેતવ્યા હતા પણ પગલાં ન લેવાયા

અબડાસા અને બીજા અન્ય બે ત્રણ તાલુકાનું મોટાભાગનું પાણી જે જખૌના ઉત્તર પશ્ચિમ ભાગમાં દરિયાઈ વિસ્તારના માર્ગે થઈને જાય છે ત્યાં અર્ચન ગ્રુપ ઓફ કંપની દ્વારા પોતાના મીઠાના ક્યારાઓને નુકશાન ન થાય એ માટે કંપનીથી કોસા સુધી અંદાજે 12 km લાંબો મુખ્ય પાળો બનાવાયો છે.

કુલ 11 માંથી માત્ર 1 જ વહેણ ખૂલ્લો છે બાકીના બંધ હોઈ વહેણ અવરોધાઇ જતા પાણીનો ભરાવો થવાથી ડેમ ઓવરફ્લો થાય તો જબરાવાંઢ, ભદ્રાવાંઢ, ભધુવાંઢ મોકરશીવાંઢ, મેમણવાંઢ સહિતના ગામો સંપર્ક વિહોણા બની શકે તેવી ભીતિ છે. અંદાજે 2 મહિના અગાઉ તા.પંચાયત પ્રમુખ અબડાસા દ્વારા દરિયાઈ માર્ગે જતાં પાણીના વહેણ ખુલ્લા કરવા માટે રજૂઆત કરાઈ હતી જેને ગંભીરતાપૂર્વક લેવામાં આવી નથી.જેથી નીચાણવાળા વિસ્તારના ગ્રામજનોને હવે તાલુકાના મુખ્ય મથક નલિયા સાથે સંપર્ક વિહોણા બને તેવો ભય સતાવી રહ્યો છે ત્યારે દરિયામાં જતા વહેણને ખોલવા માંગણી કરાઈ છે.

મામલતદારે સિંચાઈ ખાતામાંથી અભિપ્રાય લેવાનું કહ્યું, વહેણ ક્યારે ખુલશે તે મુદ્દે ચૂપકીદી સેવી
સોમવારે ઇન્ચાર્જ મામલતદાર અશ્વિન વ્યાસ, સર્કલ ઓફિસર વિનોદભાઈ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ અબડાસાના પ્રતિનિધિ અલીભાઈ લાખા કેરે દરિયાઈ કિનારે પાળાઓનું નિરિક્ષણ કર્યું હતું.મામલતદારથી વાત કરતા જણાવ્યું કે, અમુક વહેણ ખરેખર બંધ છે પણ સિંચાઈ ખાતામાંથી ટેકનિકલ અભિપ્રાય મેળવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.જોકે જખૌના દરિયાઈ વિસ્તારના બંધ વહેણ ક્યારે ખોલવામાં આવશે તે મુદ્દે કહેવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...