ધરપકડ:બીએસએફમાં ભરતી કરાવી આપવાની લાલચ આપનારો મુખ્ય આરોપી જબ્બે

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુકની નોકરી અપાવવા અધિકારીના નામે લોકો પાસેથી પડાવ્યા હતા 15 લાખ
  • અરવલ્લીનો આરોપી આગળની તપાસ માટે ભીલોડા પોલીસને સોંપાયો

ભુજ બીએસએફમાં ભરતી કરાવી દેવાના ચકચારી બનાવમાં અધિકારીના નામે ફોન કરીને લોકો પાસેથી 15 લાખ જેટલી રકમ પડાવી લેનાર અરવલ્લીના આરોપી ચીરાગ અતુલભાઇ પટેલ નામના શખ્સને પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે ભિલોડા પોલીસ સ્ટેશનને હવાલે કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભુજ બીએસએફ ખાતે ભરતી પ્રક્રિયા દરમિયાન ભિલોડાના ઇશ્વરભાઇ ધૂલાભાઇ તરાહ વિડીયા મારફતે ભરતી કરાવવા ભુજ આવી ગયો હોવાની વાત કરતાં બીએસએફના અધિકારીના હાથે ઝડપાઇ ગયા બાદ આ અંગેની તપાસ એસઓજીએ હાથ ધરતાં ઇશ્વરભાઇએ પુછપરછમાં આણંદ જિલ્લાના અને અરવલ્લી જિલ્લામાં દખણેશ્વરમાં ખાનગી નોકરી કરતા આરોપી ચિરાગ અતુલભાઇ પટેલ નામના શખ્સ સાથે વાત કરતો હોવાનું જણાવી આરોપી ચિરાગે પોતાના બીએસએફના અધિકારી આર.ઓ.પટેલ સાથે સારા સબંધ હોઇ બીએસએફમાં તમારા દિકરાને કુક તરીકે નોકરી અપાવી દેવાની વાત કરીને 7 લાખ 20 હજાર 260 તેમજ અન્ય વ્યક્તિઓ પાસેથી મળીને કુલે 15,09,180 રૂપિયા લઇ લીધા હોવાનું જણાવ્યું હતું.

પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ગૃપની અલગ અલગ ટીમો આણંદ અને અરવલ્લી પહોંચીને આરોપી ચિરાગ પટેલની ધરપકડ કરી લીધી હતી. આરોપી ચિરાગ બે ફોન નંબરનો ઉપયોગ કરતો હતો. એક પર પોતાની ચિરાગ હોવાનું અને બીજા નંબર પરથી પોતે જ બીએસએફના અધિકારી આર.ઓ.પટેલ હોવાનું કહી લોકોને વિશ્વાસ આપી નોકરીના નામે નાણા ઉઘરાવી લેતો હોવાનું પુછપરછમાં સામે આવ્યું હતું. એસઓજીએ આરોપીને આગળની તપાસ માટે ભિલોડા પોલીસને હવાલે કર્યો છે.

બીએસએફના અધિકારીની વાત સાંભળ્યા પછી આરોપીએ રચ્યો છેતરપિંડીનો કારસો
સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી ચિરાગ પટેલ બીએસએફના અધિકારીને ભરતી ચાલુ છે. અને નોકરીનું થઇ જશે તેવી કોઇ વ્યક્તિ સાથે ફોન પર વાત સાભળી ગયો હતો. બાદમાં તેના જ વિસ્તારના જરૂરત મંદોને શીકાર બનાવી પોતાના ફોન પર જ અલગ અલગ નંબરથી એકમાં ચિરાગ પટેલ અને બીજા નંબરથી બીએસએફના અધિકારી હોવાનું કહી વિશ્વાસમાં લઇને નાણા પડાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...