શહેરમાં સ્ટેટ મોનિટરીગ સેલની ટીમે દરોડો પાડીને 5 શખ્સોને પકડયા હતા જેમાં 1 બુકી અને તેનો રાઇટર તેમજ 2 ગ્રાહક અને બીજા બુકીનો રાઇટર ઝડપાયો હતો જ્યારે બીજો બુકી હાજર ન મળી આવતા સર્ચ કરવામાં આવ્યું હતું પણ હજી મળ્યો નથી. ઝડપાયેલા આરોપીઓ પૈકી શેખ ફળિયામાં રહેતા હુશેનશા ઓસ્માણશા શેખની પૂછપરછમાં સામે આવ્યું છે કે,તે ગ્રાહકોના વરલીમટકાના આંકડા ફોનમાં વોટ્સએપમાં લખી શેઠ કલ્પેશને મોકલાવતો અને બાદમાં મેસેજ ડીલીટ કરી નાખતો હતો અને તે ગ્રાહકોને આંકડા લખેલી ચિઠ્ઠી આપતો હતો.
રાઇટર તરીકેની નોકરીમાં દરરોજનું 800 મહેનતાણું મળતું અને વેપારના રૂપિયા શેઠ લઈ જતો હતો તો સંજોગનગરના અશરફ ઓસ્માણ રાયમાએ એવી કબૂલાત આપી હતી કે,તે ગ્રાહકોના વરલીમટકાના આંકડા લઈ શેઠ મામદભાઈને લખાવતો અને છેલ્લા 4-5 મહિનાથી રાઇટર તરીકે નોકરી કરે છે પોલીસે બંનેના ફોનમાંથી આંકડા લખેલા નંબરો કબ્જે કર્યા હતા.
જ્યારે સોનીવાડમાં રહેતો સદામ ઈકબાલભાઈ સુમરા ઝડપાયેલ આરોપી હુસેન ઓસમાણશા શેખ પાસે આંકડો લખાવવા આવ્યો હોવાનું અને ચોથો આરોપી રહીમનગરનો અબ્દુલ સતાર ફકીરમહમદ સોલંકી પકડાયેલ અશરફ રાયમાં પાસે આંકડો રમવા આવતો હોવાનું જણાવ્યું હતું.દરમ્યાન શેખ ફળિયામાં રહેતો મામદભાઈ જુમાભાઈ ગગડા પોતે રાઇટર રાખીને જુગાર રમાડતો હતો.
તેનો માણસ અશરફ પકડાઈ ગયો છે.અબ્દુલની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.દરમ્યાન આ કેસમાં મુખ્ય આરોપી એવો કલ્પેશ ઉર્ફે કલિયો વસાવા (રહે.36 કવાટર્સ) વાળો હાજર મળી આવ્યો નથી.તપાસનીશ એ ડિવિઝન પીએસઆઇ વી.એસ.ચૌહાણથી વાત કરતા તેમણે આરોપી કલ્પેશ હજી ફરાર હોવાનું અને તેના ઘરે હાજર મળી આવ્યો ન હોવાનું કહ્યું હતું.
અંજાર બાદ આજે ભુજમાં કોનો ભોગ લેવાશે
રતનાલમાં એસએમસીની રેડ બાદ ચાર કોન્સ્ટેબલની બદલી કરી દેવાઇ છે ત્યારે ભુજમાં થયેલી રેડમાં આજે કોનો ભોગ લેવાય છે તે જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.