• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • It Rained In 6 Talukas Of Kutch District, In Netra Of Nakhtrana, One And A Half Inches Of Rain Caused Water To Flow On The Road.

સતત ત્રીજા દિવસે મેઘમહેર:કચ્છ જિલ્લાના 6 તાલુકામાં વરસાદ વરસ્યો, નખત્રાણાના નેત્રામાં દોઢ ઇચ વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા

કચ્છ (ભુજ )4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ, માંડવી, મુન્દ્રા, અબડાસા, નખત્રાણા અને અંજાર તાલુકામાં મેઘમહેર

કચ્છમાં સતત ત્રીજા દિવસે છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. ભુજ, માંડવી, મુન્દ્રા, અબડાસા, નખત્રાણા અને અંજાર તાલુકામાં સામાન્યથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.દિવસ દરમ્યાન આકાશમાંથી થયેલી મેઘમહેરથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના માર્ગો પર પડેલા નોંધપાત્ર વરસાદથી પાણી વહી નીકળ્યા હતા. નખત્રાણાના નેત્રામાં સચરાચર દોઢ ઇંચ જેટલો વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું છે.

ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી
આજે શનિવારે ભૂજ તાલુકાના વાંઢાય, ચૂંનડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો, માંડવી તથા તાલુકાના મોટા લાયજા, ભોજાય ગામમાં વરસાદ વરસ્યો છે. અબડાસા તાલુકામાં પણ મેઘમહેર થવા પામી છે. તાલુકાના અરજણપર, ઘનાવાડા, કોઠારા, મોટા આસમંબીયા, રાયધણજર, વરાડીયા, ખીરસરા વગેરે ગામોમાં મેઘાએ હાજરી પુરાવી છે. નખત્રાણાના નેત્રા, વિરાણી, કોટડા ગામમાં વર્ષા થઈ છે. મુન્દ્રા તાલુકાના પત્રી, ગુંદાલા, પ્રાગપર સહિતના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.અંજાર તાલુકાના મથડા, ચાંદરોડા, ભલોટ માં વરસાદ પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...