ભુજ શહેરના ભીડ નાકા બહાર રાજાશાહી વખતના દેશલસર તળાવમાંથી અનિચ્છનીય વનસ્પતિ જળકુંભી ઉખેડી ફેંક્યા બાદ ગંદા પાણી પણ ઉલેચીને બહાર કાઢી લેવાયા છે. હવે શનિવારથી કિચડ કાઢવા ખાણેતરાનો પ્રારંભ કરાયો હતો. જે પ્રસંગે નગરપતિ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, તળાવને સ્વચ્છ પાણીથી ભરેલું રાખવું અે અાપણા સાૈથી જવાબદારી છે.
ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરીઅે બિનસરકારી સંસ્થાના સહયોગથી દેશલસર તળાવમાંથી જળકુંભી ઉખેડી ફેંક્યા બાદ ટૂંક સમયમાં ગંદા પાણી ખેંચી બહાર કાઢવાની કામગીરીમાં કર્મચારીઅો અને અધિકારીઅોને બિરદાવ્યા હતા.
અા પ્રસંગે વોર્ડ નંબર 3ના સ્થાનિક નગરસેવકો કાસમ કુંભાર, શેરબાનુ સીદીક સમા, રિટાબેન રાજેશ ભીલ અને કિરણ ગોરી, સેનિટેશન સમિતિના ચેરમેન કમલ ગઢવી અને સેનિટરી ઈન્સ્પેકટર મિલન ઠક્કર હાજર રહ્યા હતા. અેવું પ્રમુખના પી.અે. કુણાલ ભીન્ડેઅે અખબારી યાદીમાં જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.