ભુજમાં કલેક્ટર કચેરીઅે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને મળેલી સંકલન સમિતિની બેઠકમાં કચ્છના પાણી, ટ્રાફિક, વીજળી, રસ્તાને લગતા પ્રશ્નો ચર્ચાયા હતા.જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી, જેમાં મુન્દ્રા તાલુકામાં નર્મદા કેનાલ માટે જમીન સંપાદન, બીપીએલ રાશનકાર્ડ વિભાજનમાં મૂળકાર્ડ બીપીએલ રહે છે તે તમામ મામલતદારોને પણ પ્રશ્નોના જવાબ સુચવાયા હતા.
ગાંધીધામ કંડલા વિસ્તારોમાં જ્વલનશીલ પદાર્થો અને તેના ઉકેલ, તેમજ જિલ્લામાં પીવાના પાણી બાબતે સમીક્ષા, ગાંધીધામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ કાસેજ, ભચાઉ સામખીયાળી માર્ગ પર આડેધડ પાર્કિંગ બાબતે રજૂઆત કરી કાર્યવાહીની ચર્ચા કરાઇ હતી. કાંટાળીતાર ફેન્સીંગ યોજના અન્વયે 3500ના લક્ષ્યાંક સામે 2200 અરજીઓ આવી છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પશુઅોને રસીકરણ, ઘોરાડ, વીજળી અવરોધ, નખત્રાણાના ધડાણીમાં જર્જરિત પોલીસ સ્ટેશન, ડેમ વાલ રીપેરીંગ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાઅે વીજળી, રોડ રસ્તા, વીજળી, ખેતીવાડી, આરોગ્ય-તબીબી સેવાના પ્રશ્નો રજૂ કર્યા હતા.
ભુજ-ભચાઉ હાઇવેનું રીકાર્પેન્ટીંગ કરવા માટે કચ્છના તમામ ધારાસભ્યો માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશભાઇ મોદીને રજુઆત કરશે તેવું નક્કી કરાયું હતું. અંજારના ધારાસભ્ય વાસણ આહીરે માર્ગ વાહન વ્યવહારની કામગીરી, ટોલનાકાના સંચાલકો દ્વારા વાહન ચાલકોની તકલીફ મુદ્દે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયાને રજુઆત કરી હતી. તમામ ધારાસભ્યોએ ઘાસચારો રૂ.2 કિલો આપવા રજુઆત કરી હતી. અા તકે જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા પચાયત ન્યાય સમિતિ ચેરમેન કેશવજી રોશિયા, ભુજ પ્રાંતઅધિકારી અતિરાગ ચપલોત, તમામ પ્રાંતઅધિકારીઓ અને સંબધિત વિભાગો અને કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.