મુલાકાત:રાપર તાલુકાના આરોગ્ય, એસટી, બાંધકામને લગતા પ્રશ્નો ચર્ચાયા

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરે બેલા બીએસએફ ચેક પોસ્ટની મુલાકાત કરી

રાપરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વીજળી, આરોગ્ય, એસ.ટી., નગરપાલિકા, બાંધકામ વિભાગ વગેરેને લગતા પ્રશ્નો ચર્ચાયા હતા. કલેકટર પ્રવીણા ડી. કે.ની અધ્યક્ષતામાં રાપર મામલતદાર કચેરીએ યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આરોગ્ય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, એસટી, નગરપાલિકા, બાંધકામ વિભાગ, પીજીવીસીએલ, આરોગ્ય -પંચાયત સહિત 8 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેના નિવેડા માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરાઇ હતી.

સ્વાગત કાર્યક્રમ બાદ કલેકટરે રાપર પોલીસ મથકની ઓચિંતી મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી. પીઆઈ વી.કે. ગઢવીએ પોલીસની ફરજો, રેકોર્ડ અને કામગીરી અંગેની વિગતો આપી હતી. ત્યારબાદ કલેકટરે બેલા બીએસએફ ચેક પોસ્ટની મુલાકાત લઇ સરહદી જવાનો સાથે ચર્ચા કરી હતી.

સ્વાગત કાર્યક્રમમાં ભચાઉ પ્રાંત અધિકારી સંજય ચૌધરી, મામલતદાર કે. આર. ચૌધરી, બાંધકામ વિભાગના ભરત નાથાણી, પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેર આર. કે. શર્મા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. મોતીલાલ રોય, ઈન્ચાર્જ ચીફ ઓફિસર નવઘણ કડ, ડેપો મેનેજર વિશાલ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...