નગરપાલિકાના આંખ આડા કાન:નગરપાલિકાને દબાણ હટાવવા ચોક્કસ કેબિનો જ નડી કે શું ?

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
હમીરસર તળાવ પાસે ફૂટપાથ અને જ્યાં જાહેર શૌચાલય બનવાનું હતું એ સ્થળે દબાણો નગરપાલિકાને કેમ દેખાતા નથી એ પણ એક પ્રશ્ન છે. - Divya Bhaskar
હમીરસર તળાવ પાસે ફૂટપાથ અને જ્યાં જાહેર શૌચાલય બનવાનું હતું એ સ્થળે દબાણો નગરપાલિકાને કેમ દેખાતા નથી એ પણ એક પ્રશ્ન છે.
  • હંગામી બસ સ્ટેશન જય નગર સિવાય દેખાતી કેમ નથી

ભુજ શહેરમાં નગરપાલિકાઅે દબાણ હટાવવાની કાર્યવાહીમાં ચોક્કસ કેબિનોને જ લક્ષ્યાંક બનાવી. જ્યારે જ્યુબિલ ગ્રાઉન્ડ, હમીરસર તળાવ, હોસ્પિટલ રોડ, સ્ટેશન રોડ સહિતના કેટલાય ગીચ વિસ્તારોમાં અાંખ અાડા કાન કર્યા છે, જેથી સુધરાઈની કાર્યવાહી સામે શેરી ફેરિયા સંગઠનની શંકા ઉચિત જણાઈ રહી છે.

ભુજ નગરપાલિકાઅે હંગામી સેન્ટ્રલ બસ સ્ટેશનમાં અેક જ મહિલાની કેબિન ઉપાડી હતી, જેથી વિવાદ થયો હતો. જે વિવાદ પાછળ નગરપાલિકા જ જવાબદાર દેખાઈ રહી છે. કેમ કે, અેજ વિસ્તારમાં અન્ય ખાણીપીણી અને લોજ સહિતના અન્ય દબાણો પણ છે.

જયનગર પાસેના દબાણો તો ફૂટપાથ મૂકીને છે, જેમાંથી કેટલીક કેબિનો જ નગરપાલિકાને નડતર રૂપ લાગી છે. જ્યારે અહીં ફોટામાં દર્શાવેલી હમીરસર તળાવ સહિતના વિસ્તારોમાં નગરપાલિકાને દબાણ દેખાતું નથી. જે સમગ્ર કાર્યવાહી સામે શંકાની સોય તાંકે છે અને પ્રશ્ન કરે છે કે, હપ્તા સિસ્ટમ તો કામ નથી કરતી ને. કે પછી બળુકાના બે ભાગ જેવો તાલ છે.

અન્ય સમાચારો પણ છે...