કાર્યવાહી:ચકચારી ચોરીમાં ભાવિ સસરાની પણ સંડોવણી

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરાયેલી રકમમાંથી કાર ખરીદી, બાકી રકમ બેન્કમાં મુકી મંગેતર ફરાર

ભુજની 27 લાખની ચકચારી ચોરીની ઘટનામાં એક પછી એક સંડોવણીઓ ખુલવા પામી રહી છે. ચોરી કરનાર કામવાડીની જામીન અરજી રદ થયા બાદ તેના ભાવિ સસરાની સંડોવણી ખુલ્તા પોલીસે ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પુરા થતાં આરોપીએ રેગ્યુલર જામની માટેની અરજી અરજી કરતાં કોર્ટે જામની અરજી ફગાવી દેઇ જ્યુડીશીય કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો છે.

હોસ્પિટલ રોડ પર જલારામ સોસાયટીમાં રહેતા બીલ્ડર રાજ હરેશભાઇ કતીરાના ઘરે કામ સફાઇ કામ કરતી આશાબેન અશોકભાઇ મકવાણાએ સોનાના દાગીના અને રોકડ રૂપિયા મળીને કુલે 27 લાખની ચોરી કરી હતી. જેમાં પકડાયેલ આરોપણ આશાબેનના જામીન કોર્ટે નકરાયા બાદ આ કેસમાં આશાબેનના મંગેતર જીગર ઉર્ફે જીતુ શંકરભાઇ ચૌહાણ મોટી રકમ લઇને નાસી ગયો હોઇ બી ડિવિઝન પોલીસે ગઢશીશા ગામે રહેતા આરોપી જીગરના પિતા શંકરભાઇ ગાભાભાઇ ચૌહાણની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

બી ડિવિઝન પોલીસ સબ ઇન્સ્પેકટર ટી.એચ.પટેલે જણાવ્યું હતું કે, આરોપી જીગરે ચોરેલી રકમમાંથી 5 લાખ 30 હજાર પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જે રકમ આરોપી શંકરભાઇએ આર.ટી.જી.એસ મારફતે અમદાવાદ મોકલીને ઇકો કારની ખરીદી કરી હોવાનું સામે આવતાં કેસમાં આઇપીસી કલમ 411, 114ઉમેરો કરાયો હતો. રિમાન્ડ દરમિયાન આરોપી શંકરભાઇએ પોતાનો પુત્ર ક્યા ગયો છે. તે અંગે અજાણતા દર્શાવી હતી. આરોપી શંકરભાઇના રિમાન્ડ પુરા થતાં કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હોવાનું અને હાલ આરોપી જીગર મોટા ભાગની રકમ લઇ ફરાર છે.

તેને ઝડપી લેવા તપાસ ચાલુમાં હોવાનું જણાવ્યું હતું. તો, રિમાન્ડ પુરા થતાં શંકરભાઇ રહે ગઢશીશાએ અદાલતમાં જામીન પર મુક્ત થવા ભુજની કોર્ટમાં અરજી કરી હતી. જેમાં અદાલતે ગંભીર ગુનાને ધ્યાને લઇ તેમજ આરોપી જીગર પકડાવાનો બાકી હોવાથી મુદામાલ રિકવરની પ્રક્રિયા બાકી હોવાનું ધ્યાને લઇ આરોપી શંકરભાઇની જામીન અરજી નકારી હતી. આ કેસમાં સરકારી વકીલ અરવિંદભાઇ તડવી તેમજ મૂળ ફરિયાદીના વકીલ અમિતભાઇ એ. ઠકકરની દલીલોને ધ્યાને રાખીને અદાલતે આરોપીની જામીન અરજી ના મંજુર કરી હતી.

આરોપીની ચોરી પર સીના જોરી
પોલીસ તપાસ દરમિયાન સંડોવણી બહાર આવતા ચોરી પર સીના જોરી કરીને આરોપી શંકરભાઇએ પોલીસ માર માર્યો હોવાનો આક્ષેપ કરી કોર્ટમાં ફરિયાદ કરવાની પોલીસને ધાકધમકી કરી હોવાનું પોલીસ સુત્રોમાંથી બહાર આવ્યું છે.આરોપીને કોર્ટના આદેશથી જ્યુડીશીયલ કસ્ટડીમાં ધકેલી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...