એક સાથે 3જાહેરનામા:ભુજની સરકારી કચેરીઓમાં વચેટિયાના પ્રવેશ પર પ્રતિબંધ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વગર પરવાનગીએ ધરણા, રેલી પર રોક સાથે 3 જાહેરનામા

કચ્છમાં તા.31-5 સુધી કચ્છની સરકારી કચેરીઓમાં અાવેદન માટે 4થી વધુ લોકોને અેકત્ર ન થવા, વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો પર રોક, સરકારી કચેરીઅોમાં વચેટિયાઅોના પ્રવેશ પર પાબંદી સહિત અેક સાથે 3 જાહેરનામા બહાર પાડવામાં અાવ્યા છે.

જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા સેવાસદન, ભુજ તથા મધ્યસ્થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્લાના નલિયા, દયાપર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે સદર જિલ્લા/મધ્યસ્થ/તાલુકા સેવાસદનના પરિસરની 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ મંડળી બનાવી રેલી, સરઘસ કે રેલી પર મનાઇ, અનધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કરતાં વધુ વ્યકિતઓને એકી સાથે કોઇપણ જગ્યાએ ભેગા થવા, કોઇ મંડળી બનાવી રેલી, સરઘસ, દેખાવો કરવા, આવેદન પત્ર આપવા પર પાબંદી તેમજ ભુજની સરકારી કચેરીઓ જેવી કે, કલેકટર કચેરી, ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવનની સરકારી કચેરીઓ, પાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીઓ વિગેરેમાં અનઅધિકૃત વચેટિયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યકિત, ઈસમોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે.

અન્ય સમાચારો પણ છે...