હવામાન:કચ્છને અકળાવતો ભાદરવાનો બળબળતો તાપ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંડલા પોર્ટમાં 36.6 અને ભુજમાં 34.7 ડિગ્રી તાપમાન

ભાદરવાની શરૂઅાત સાથે કચ્છમાં તાપમાનનો પારો ઉંચકાયો છે અને ભારે બફારા સાથે ગરમી વધતાં લોકો અકળાઇ રહ્યા છે. શનિવારે કંડલા પોર્ટમાં 36.6, કંડલા અેરપોર્ટમાં 35.7 અને ભુજમાં 34.7 ડિગ્રી તાપમાન રહ્યું હતું. કંડલા પોર્ટ અને અેરપોર્ટ સહિતના વિસ્તારમાં સૂર્યનારાયણનો અાકરો મિજાજ યથાવત રહ્યો હતો. દિવસ દરમ્યાન કંડપોર્ટમાં મહત્તમ 36.6 અને લઘુત્તમ 26.6 ડિગ્રી તાપમાન રહેવાની સાથે રાજ્યનું બીજું સાૈથી ગરમ મથક બની રહ્યું હતું અને 37 ડિગ્રી સાથે વડોદરા રાજ્યમાં પ્રથમ રહ્યું હતું.

કંડલા અેરપોર્ટમાં પણ અધિકત્તમ 35.7 ડિગ્રી અને ન્યૂનત્તમ 26.1 ડિગ્રી તાપમાન રહેતાં ગાંધીધામ, અાદિપુર, અંજાર, મેઘપર બોરીચી, કંડલા સહિતના પંથકમાં ભારે બફારા અને ગરમીના કારણે લોકો અકળાયા હતા. જિલ્લા મથક ભુજમાં શુક્રવારે 34.2 ડિગ્રી તાપમાન રહ્યા બાદ શનિવારે મહદઅંશે વધવાની સાથે મહત્તમ 34.7 ડિગ્રી અને લઘુત્તમ 25.3 ડિગ્રી તાપમાન રહ્યું હતું, જેથી પ્રખર તાપે પોતાની અસર બતાવી હતી. ઉપરાંત નલિયામાં અધિકત્ત ન્યૂનત્તમ, તાપમાનમાં અનુક્રમે 32.6 ડિગ્રી, 25.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગ સપ્તાહ દરમ્યાન હવામાન ખુલ્લું રહેવાની શક્યતા દર્શાવી છે અને વાતાવરણમાં કોઇ મોટા ફેરફાર ન થવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...