હુકમ:રાજ્યમાં કોરોનાના દર્દી વધતા કચ્છમાં ટેસ્ટિંગ વધારવા સૂચના

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોનાના કેસ 3, તો લોકો તરફથી સહકારનો અભાવ

છેલ્લા થોડા દિવસથી દેશની સાથે ગુજરાત રાજયમાં પણ રોજના 100થી વધુ કોરોનાના કેસો અાવી રહ્યા છે જે મોટાભાગે મહાનગરોમાં નોંધાય છે. અલબત્ત કચ્છ જિલ્લામાં કોરોનાના કેસોમાં હજુ ચિંતા જોવા મળી નથી ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા દરેક જિલ્લામાં કોવિડ ટેસ્ટિંગ વધારવા માટે સૂચના અાપવામાં અાવી છે, જેમાં દરરોજ કરાતા ટેસ્ટિંગ રોજના કેસ અને સક્રીય દર્દીઅોની માહિતી દરરોજ મોકલવા અને સાપ્તિહક રિપોર્ટ અાપવા માટે હુકમ કરાયો છે.

કચ્છ જિલ્લાના સંદર્ભમાં વાત કરીઅે તો ત્રીજી લહેરમાં દરરોજ પાંચ હજારના ટાર્ગેટ સામે ત્રણ હજારથી 3500 ટેસ્ટિંગ કરવામાં અાવતું હતું, જે બાદ કેસનો અાંકડો શુન્ય પર પહોંચી જતા દરેક તાલુકાને 100-100 ટેસ્ટ કરવાનો ટાર્ગેટ અપાયો હતો, પણ કેસની સંખ્યા ઘટી ગઇ હોવાથી લોકો ટેસ્ટિંગ માટે સહકાર અાપતા ન હતા.

હાલમાં જયારે ફરીથી કેસો દેખાઇ રહ્યા છે ત્યારે કચ્છમાં દરરોજ 80થી 120 વચ્ચે ટેસ્ટિંગ થતા હોવાનું કોરોના ડેસબોર્ડ પરથી જાણવા મળ્યું હતું. સુત્રોઅે કહ્યું હતું કે, ટેસ્ટિંગ વધારવા માટે સૂચના મળી છે પરંતુ લોકો તરફથી જોઇઅે તેટલો સહકાર મળતો નથી. લોકો પણ જવાબદારી સમજીને લક્ષણો જણાય તો ટેસ્ટિંગ માટે અાગળ અાવે તે હિતાવહ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ એક્ટિવ છે, જેમાં ગાંધીધામના બે અને મુન્દ્રાના એક દર્દીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...