ઈ-ખાતમુહૂર્ત:દેશના ખેડૂતો, મહિલાઓ, યુવાઓના વિકાસ થકી જ ભારત આત્મનિર્ભર બનશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ધ્રોલથી કુકમા સ્થિત પ્રાયમરી પ્રોસેસીંગ યુનિટનું ઈ-ખાતમુહૂર્ત કર્યુ

જામનગરના ધ્રોલ ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે વિશ્વ સ્તરીય ખેત પેદાશો તેમજ પ્રોસેસ્ડ પ્રોડક્ટની માંગને પહોચી વળવા કુકમામાં નવ નિર્માણ પામનારા પ્રાયમરી પ્રોસેસીંગ યુનિટના ઇ-ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ હતું. જ્યારે ભુજ ખાતે કૃષિ, ખેડૂત, કલ્યાણ અને સહકાર વિભાગ રાજય દ્વારા બાગાયત ખાતા હસ્તકના સેન્ટર ઓફ એકસલેન્સ અને પ્રાયમરી પ્રોસેસીંગ કેન્દ્રોના ઈ-ખાતમુહૂર્ત અને નવી યોજનાઓ મિશન કમલમ, કોમ્પ્રેહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ તથા મધમાખી મિશન કાર્યક્રમ અને બાગાયતી પાક પરિસંવાદ યોજાયો હતો.

ભુજ ખાતેના કાર્યક્રમમાં ,”લાભાર્થી ખેડૂતોને સમૃધ્ધ કરવા સરકારી લાભો પહોંચાડવાના પ્રયત્નો કરીએ, એમ વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું. અધ્યક્ષાએ આ પ્રસંગે ખાસ અનુરોધ કર્યો હતો કે, બાગાયતી ખેતીમાં સહયોગથી સિધ્ધિ મેળવવા નાના ખેડૂતોને પણ નિષ્ણાંત અને મોટા ખેડૂતોની વાડીએ પણ શિબિર ગોઠવી પ્રત્યક્ષ તાલીમ અપાય. જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ આ પ્રસંગે અછતગ્રસ્ત કચ્છમાંથી વિકસિત કચ્છના પ્રવાસને રજુ કર્યું હતું.

અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહિરે આ તકે જણાવ્યું હતું કે, જળસંચયના જન અભિયાનથી સરકારે 54 તાલુકા જળ સંકટના ડાર્ક ઝોનમાંથી મુકત કર્યા છે. જગતના તાત માટે સરકાર કટિબધ્ધ છે અને આ ધ્યેયથી જ નર્મદાના પાણી કચ્છ સુધી પહોંચ્યા છે.

નાયબ બાગાયત નિયામક એમ.એસ.પરસાણિયાએ બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓની તો ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રાના સંશોધન વૈજ્ઞાનિક દેવશીભાઇ આહિરે બાગાયતી વિશેષ ખારેક પાક વિશે વૈજ્ઞાનિક પધ્ધતિની માહિતી પુરી પાડી હતી. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન નાયબ બાગાયત અધિકારી એમ.એસ.પરસાણીયાએ તથા આભારવિધિ જિલ્લા ખેતીવાડી અધિકારી ડો.કે.ઓ.વાઘેલાએ કરી હતી. આ કાર્યક્રમમાં ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ભુજ નગરપતિ ઘનશ્યામભાઇ ઠકકર સહિતના અધિકારીઅો જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...