યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ અથવા 27મી સેશન ઑફ કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ જેને ટૂંકમાં કોપ-27 કહેવામાં અાવે છે તેની સમિટ હાલ ઈજિપ્તમાં ચાલી રહી છે. પર્યાવરણના સંદર્ભમાં અા દુનિયાની સાૈથી મહત્વપૂર્ણ અને મોટી સમિટ છે. જેમાં ‘મેન્ગ્રોવ એલાયન્સ ફોર ક્લાઈમેટ’ માં ભારત જોડાયું છે. જેનો સીધો ફાયદો કચ્છને થશે, કારણ કે ભારતમાં સુંદરવન પછી સૌથી વધારે ચેરિયાના જંગલ કચ્છમાં છે. ઈજિપ્તના શર્મ અલ-શેખમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપતાં કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં ચેરિયાના સૌથી મોટા બાકી રહેલા વિસ્તારોમાંનું એક ઘર છે.
ચેરિયા કવરને પુનઃસ્થાપિત કરવું જેનો ઉપયોગ આ દિશામાં વૈશ્વિક પગલાંને મદદ કરવા માટે થઈ શકે છે. અા અેલાયન્સની પહેલ સંયુક્ત આરબ અમીરાત અને ઇન્ડોનેશિયાઅે કરી હતી. જેમાં હવે ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને સ્પેનનો સમાવેશ થાય છે. આ જોડાણ ગ્લોબલ વોર્મિંગને રોકવામાં મેન્ગ્રોવ્સની ભૂમિકા અને આબોહવા પરિવર્તનના ઉકેલ તરીકે તેની સંભવિતતા વિશે વિશ્વભરમાં શિક્ષિત અને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે.
ભારતમાં સુંદરવન પછી સાૈથી વધારે ચેરિયાના જંગલો કચ્છમાં છે. ઇન્ડિયા સ્ટેટ અોફ ફોરેસ્ટ રિપોર્ટ 2021માં દેશમાં અાવેલા ચેરિયાના ક્ષેત્રની માહિતી અાપવામાં અાવી હતી. જેમાં સુંદરવનમાં કુલ 2083 ચો.કિમી ચેરિયાના જંગલો અાવેલા છે. ત્યારબાદ દેશમાં સાૈથી વધારે ચેરિયા વિસ્તાર કચ્છના કિનારે 798 ચો.કિમીમાં છે. રાજ્યમાં સાૈથી વધારે ચેરિયાના જંગલોમાં વધારો કચ્છમાં જ થયો હતો. અાર રિપોર્ટ પ્રમાણે કચ્છમાં 4 ચો. કિમીનો વધારો થયો હતો. અા અાંતરરાષ્ટ્રીય જોડાણનના કારણે કચ્છમાં પણ ચેરિયાના સંરક્ષણ અને વાવેતરમાં વધારો થશે.
ચેરિયાના નિકંદનથી કચ્છમાં ખારાઇ ઊંટ માટે પકડાર
કચ્છમાં સરકારી આંકડા ભલે ચેરિયાના ક્ષેત્રમાં વધારો થયો હોય તેમ કહે પરંતુ વાસ્તવિક સ્થિતિ અલગ હોવાનું અનેક સંગઠનો કહી રહ્યા છે. માછીમારો અને માલધારી સંગઠનો વારંવાર ચેરિયાના નિકંદનોના આક્ષેપો કરતા રહ્યા છે. ચેરિયાના નિકંદનથી સૌથી માઠી અસર કચ્છના ખારાઇ ઊંટ પર પડી રહી છે.
ચેરિયા અાવી રીતે કરે છે પર્યાવરણની રક્ષા
ચેરિયા અનેક રીતે મહત્વપૂર્ણ છે. જેને બચાવવા વર્ષોથી પર્યાવરણ સંરક્ષણવાદીઓ કહી રહ્યા છે. કિનારાઅોને ઘસાતુ રોકે છે. વૈવિધ્યસભર દરિયાઇ જીવોના સંવર્ધન સ્થળ તરીકે કામ કરે છે. આ રીતે સ્થાનિક માછીમારોને આજીવિકામાં મદદ મળે છે. અસરકારક કાર્બનને શોષે છે. મેન્ગ્રોવ જંગલો વાતાવરણમાંથી વિશાળ માત્રામાં કાર્બન ડાયોક્સાઈડ મેળવે છે અને તેમની જાળવણી બંને વાતાવરણમાંથી કાર્બનને દૂર કરવામાં મદદ કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.