નાણાં ખંખેરવાનો કીમિયો:KBC ના નામે પાકિસ્તાની નંબર પરથી આવતા મેસેજનો વધારો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોટરી જીત્યાનું કહી નાણાં ખંખેરવાનો કીમિયો
  • સાયબર પોલીસ કહે છે આવા મેસેજ પર ધ્યાન ન આપો અને હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરો

કચ્છમાં છેલ્લા ઘણા સમયથી ઠગાઈના બનાવોમાં ઉછાળો આવ્યો છે તેમાં પણ કોન બનેગા કરોડપતિના નામે પાકિસ્તાનના મોબાઈલ નંબર પરથી ફોટા અને વિડિઓવાળા મેસેજ લોકોના મોબાઈલમાં આવી રહ્યા છે તેનું પ્રમાણ હાલમાં ઘણું વધ્યું છે.પાકિસ્તાનના મોબાઈલ નંબર પરથી લોકોને મેસેજ આવી રહ્યા છે જે ફોટા અને વિડિઓમાં તમે લક્કી વિનર છો અને તમે કોન બનેગા કરોડપતિમાં જીત્યા છો તેવું કહીને રજિસ્ટ્રેશન કરવા માટે જણાવવામા આવે છે.જોકે આ ફ્રોડ મેસેજ હોઈ લોકોએ સાવધ રહેવું જરૂરી છે.અજાણ્યા નંબર પરથી આવતા આ મેસેજના કારણે છેતરપીંડી થવાનો ભય રહેલો છે.

જેથી ઘણા લોકો તો આ નંબર જ બ્લોકમાં નાખી દે છે અથવા તો મેસેજ ડીલિટ કરી નાખે છે પણ મહિના પૂર્વે આવી રીતે કોડાય પુલ પાસે પાણીપુરીનો ધંધાર્થી છેતરાઈ ગયો હતો.પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસના પીઆઇ એસ.એન.ચુડાસમાએ જણાવ્યું કે,લોટરી માટે ફોન કે મેસેજ આવે તો નાગરિકો હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી શકે છે.આ સિવાય અજાણી લિંક પર ક્લિક કરતા પહેલા અથવા મેસેજ કે અન્ય માધ્યમ દ્વારા આવેલ ફાઇલને ખોલતા પહેલા હંમેશા બે વાર વિચારો તેમજ અજાણ્યા નંબર પરથી આવતા ફોન/વિડીયો કોલ ની અવગણના કરો.બેંક કે ક્રેડીટ/ડેબીટ કાર્ડને લગતી માહીતી કોઇ સાથે શેર ના કરો.જો કંઇપણ શંકાસ્પદ જણાય તો જાણ કરવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...