ભુજ શહેરમાં અામ તો નળ વાટે પીવાના પાણીનું વિતરણ થાય છે. પરંતુ, ભુજ નગરપાલિકા દ્વારા ટેન્કર મારફતે પીવાનું પાણી પૂરું પાડવાની પણ સુવિધા રખાઈ છે, જેમાં ઉનાળાની ગરમીના દિવસોમાં દૈનિક 50થી 60 વરધી અાવતી હોય છે. પરંતુ, શિયાળામાં ઠંડી શરૂ થતા જ દરરોજ 15થી 20 વરધી અાવવા લાગી છે. અામ, ઘટીને ત્રીજા ભાગની થઈ ગઈ છે.
ભુજ નગરપાલિકાની વોટર ટેન્કર બ્રાન્ચમાં ટ્રેકટર મારફતે નાના ટેન્કર કુલ 4 છે. જ્યારે 2 મોટા ટેન્કર છે. નગરસેવકો અને વગદારો મારફતે મફત ટેન્કર ઉપાડી જવાતા હતા ત્યારે ઉનાળામાં પણ દૈનિક 90થી 120 ફેરા કરવાની નોબત અાવતી હતી. પરંતુ, મફત વોટર ટેન્કર સેવા શરૂ કર્યા બાદ ઉનાળામાં દૈનિક 50થી 60 વરધી અાવવા લાગી છે. અામ ઉનાળામાં પણ 50 ટકા ઘટાડો થઈ ગયો હતો. હવે શિયાળો અાવતા જ દૈનિક 15થી 20 વરધીઅો અાવવા લાગી છે. વોટર ટેન્કર બ્રાન્ચના વડા દક્ષેષ ભટ્ટને કોલ કરીને પૂછ્યું કે, તમારો દાવો છે કે, દૈનિક 15થી 20 વરધી થાય છે.
પરંતુ, સૂત્રોના જણાવ્યા મુજબ તો દૈનિક 40 ફેરા થાય છે. વાસ્તવિકતા શું છે. તો તેમણે કહ્યું કે, રકમ ભરીને વરધી મંગાવનારા શિયાળામાં 15થી 20 થઈ ગયા છે. પરંતુ, જ્યાં નળમાંથી ગટરના ગંદા પાણી અાવવાની સમસ્યા હોય ત્યાં મફત વોટર ટેન્કરની સુવિધા રખાઈ છે, જેથી અેની ગણતરી નથી કરી. માત્ર રકમ ભરીને નોંધાતી વરધીની ગણતરી કરી છે, જેથી તેમને પૂછ્યું કે, શહેરના કયા વિસ્તારોમાં નળ વાટે ગટરના ગંદા પાણી અાવવાની સમસ્યા છે તો તેમણે જણાવ્યું કે, મેહુલ પાર્ક, બેન્કર્સ અને લોટસ કોલોનીમાં ગટરના ગંદા પાણીની સમસ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.