કટોકટી:ભુજ શહેરના વોર્ડ નંબર 5માં સાત દિવસથી નળમાંથી પાણી ટપક્યું નથી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • GWIL અને પાલિકાના વિરોધાભાષી દાવામાં 1.50 કરોડ લિટરનો ફરક
  • તહેવારો ટાંકણે શંકાસ્પદ કટોકટી
  • સફાઇ કામગીરી પણ ઠપ્પ : પાલિકા દાદ નહીં આપતી હોવાથી રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે જશે

શહેરમાં કેટલાક સપ્તાહથી સર્જાયેલી પાણીની સમસ્યાથી નગરજનો ત્રસ્ત છે, તે વચ્ચે વોર્ડ-5માં સાત દિવસથી પાણી વિતરણ સંપૂર્ણ ઠપ્પ હોવાની વ્યાપક સામે આવી છે. રાજગોર વિઠ્ઠા ફળિયાના સમસ્ત રહેવાસીઓએ મુખ્ય અધિકારીને પાઠવેલી લેખિત ફરિયાદ અનુસાર સાત દિવસથી પાણીનું ટીપું પણ નહીં આવતાં મોટા તહેવારના દિવસોમાં સમગ્ર વિસ્તારના લોકો ખૂબ તકલીફનો સામનો કરી રહ્યા છે.

નગરસેવકો કે પદાધિકારીઓ દાદ નથી આપતાં કે ફોન પણ નથી ઉપાડતા. બીજી બાજુ, હ્યુમન રાઇટ સંસ્થાના જનરલ સેક્રેટરી અઝીઝ એ. ખત્રીએ પણ આશાપુરા રીંગ રોડ, જેઠી વાડી, મલ ફળિયા, ઘાંચી ફળિયા, હજામ શેરી, મણિયાર ફળિયા, સુમરા ડેલી, મચ્છી પીઠ વિસ્તારમાં 15 દિવસમાં માત્ર બે વખત પાણી આવ્યો હોવાનો રોષ દર્શાવી ગટર અને કચરાની સાફ-સફાઇ પણ થતી ન હોવાનું જણાવ્યું હતું. આ બન્ને નિવેદનોમાં જો પરિસ્થિતિ જ સુધરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી અપાઇ છે.

નગરપાલિકાઅે છેલ્લા બારેક માસથી મોટાભાગના વિસ્તારોમાં નળ વાટે અેકાંતરે પાણી વિતરણ શરૂ કરી દીધું હતું. પરંતુ, છેલ્લા અેકાદ માસથી અચાનક દિવસોનું અંતર વધતું ગયું છે. નગરપાલિકા અને નર્મદાનું જળ પૂરું પાડતા જી.ડબ્લ્યુ.અાઈ.અેલ. આ મુદ્દે અલગ અલગ નિવેદનો અને દાવા કરે છે, જેમાં 1 કરોડ 50 લાખ લિટર પાણીનો તફાવત છે. અેક તંત્રથી બીજા તંત્ર સુધી પહોંચતા પાણીનો અાટલો મોટો જથ્થો ગૂમ ક્યાં થઈ જાય છે અને તહેવારો ટાંકણે પાણીની કટોકટી અનેક રહસ્યો સર્જે છે.

નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરની અાગેવાની હેઠળ પાણી વિતરણ સમિતિના ચેરમેન ઘનશ્યામ સી. ઠક્કરે અપવાદને બાદ કરતા શહેરના મોટા ભાગના વિસ્તારોને ભરે ઉનાળે નળ વાટે અેકાંતરે પાણી વિતરણનો દાવો કર્યો હતો. જોકે, ગણેશ ઉત્સવ શરૂ થતા જ ધીરે ધીરે અેકને બદલે બે દિવસ અને બે દિવસને બદલે ત્રણ દિવસે અેમ ક્રમશ: દિવસોનું અંતર વધવા લાગ્યું. નગરપાલિકાઅે નિવેદન અાપ્યું કે, જી.ડબ્લ્યુ.અાઈ.અેલ.અે અચાનક જથ્થો ઘટાડી દીધો છે અને હવે 30 અેમ.અેલ.ડી. પાણી અપાય છે.

બીજી તરફ જી.ડબ્લ્યુ.અાઈ.અેલ.અે કહ્યું કે, 45 અેમ.અેલ.ડી. અપાય છે. ભુજ શહેર કોંગ્રેસે કુકમા સમ્પે નિરીક્ષણ કર્યું અને સંબંધિતોને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, છેલ્લા અેકાદ મહિનાથી પહેલા 1800 ક્યૂબ મીટર પ્રતિકલાક નર્મદાના પાણી અપાતું હતું. જે હવે ઘટીને 1200 ક્યૂબ મિટર પ્રતિકલાકે કરી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...