ચંદ્રનું ગ્રહણથી સૌંદર્ય વધુ રોચક બન્યું:કચ્છના સફેદ રણમાં ચંદ્રગ્રહણથી રેડમૂનનો અદભુત નજારો જોવા મળ્યો

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે વિક્રમ સંવત 2079ના વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ કચ્છમાં અલપ ઝલપ દેખાયું હતું.ખગોળ પ્રેમીઓએ સૂર્યાસ્ત પહેલાં જ ઊંચા સ્થાનો ઉપર જઇ અડિંગો જમાવ્યો હતો. પરંતુ કચ્છમાં ક્ષિતિજ તરફ ધુમ્મસને કારણે ચંદ્રોદય જોઈ શકાયો ન હતો. પરંતુ ગ્રહણ પૂરું થાય તે પહેલાં કેટલાંક સ્થળોએ થોડો ભાગ ગ્રસિત જોવા મળ્યો હતો. જેના કારણે રેડમૂનનો અલોકિક નજારો જોવા મળતા પ્રકૃતિપ્રેમીઓ ઝૂમી ઉઠ્યા હતા. અને કુદરતી સોંદર્યથી ચંદ્ર વધુ આકર્ષક બની ઉઠ્યો હતો.

ચંદ્રગ્રહણનો નજારો જોઈ લોકો રોમાંચિત થઈ ઉઠ્યા હતા
આજે મંગળવારે સાંજે કચ્છના સફેદ રણ ખાતે આવેલા ઝીરો પોઇન્ટ ઉપર પણ સ્ટારગેઝિંગ ઇન્ડિયાની ટીમ ગોઠવાઈ ગઈ હતી. આ અંગે સંસ્થાના નરેન્દ્ર ગોરે માહિતી આપતાં જણાવ્યું હતું કે ચંદ્ર ઉદયનો સમય 6.05 વાગ્યાનો હતો પરંતુ ચંદ્ર દેખાયો ન હતો. ઉત્કંઠાની કસોટી કરતો હોય તેમ ગ્રહણ છૂટવાથી ત્રણ મિનિટ પહેલાં ગ્રસિત ચંદ્ર અલપ ઝલપ દેખાયો હતો. જે જોઈ ને ઉપસ્થિત લોકો રોમાંચિત થઈ ગયા હતા. લાલ ગુલાબી રંગથી ખીલી ઉઠેલા ચંદ્રને સ્ટારગેઝિંગ ઇન્ડિયાની ટીમના ફોટોગ્રાફર આરીફ મુતવાએ પોતાના કેમરાના કચકડે કેદ કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...