આશા ઉપર પાણી:ગત ચૂંટણીમાં ભુજ બેઠકે 21માંથી શરૂના 10 રાઉન્ડમાં ભાજપ હતાશ

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાકીના 11 રાઉન્ડના બાદ કોંગ્રેસની આશા ઉપર પાણી ફેરવી દીધું
  • ભુજ શહેર,આસપાસના ગામોના મતદારો બંધ મુઠ્ઠી ખોલી વિજેતા બનાવશે

ભુજ વિધાનસભા મત વિસ્તારના ગામડાઅોના મતદારોને કુલ 21 રાઉન્ડમાં વહેંચી દેવામાં અાવ્યા છે, જેમાં ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ 10 રાઉન્ડ સુધી ભુજ બેઠકે ભાજપને હતાશ કર્યા હતા. પરંતુ, બાકીના 11 રાઉન્ડના ઈ.વી.અેમ.અે કોંગ્રેસની અાશા ઉપર પાણી ફેરવી દીધું હતું. પરંતુ, અા વખતે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પરિસ્થિતિ અલગ છે. અા વખતે ભાજપ સામે માત્ર કોંગ્રેસ નથી. અા વખતે અાદમી પાર્ટી અને અોવૈસીની અોલ ઈન્ડિયા મજલીસ-અે-ઈત્તેહાદુલ મુસ્લીમીન પાર્ટીઅે પણ ઝુકાવ્યું છે, જેથી ગત ચૂંટણની જેમ અા વખતે ભુજ શહેર અને અાસપાસના જોડિયા ગામોના મતદારોની બંધ મુઠ્ઠી ખુલતા કોણ વિજેતા થશે તેની ઉત્કંઠા વધી છે.

ભુજ બેઠકની ગત વિધાનસભાની ચૂંટણીમાં કુલ ભાજપ અને કોંગ્રેસના મુખ્ય બે ઉમેદવારો સહિત કુલ 13 ઉમેદવારોઅે ઝુકાવ્યું હતું. ચાૈદમો વિકલ્પ નોટા હતો. કુલ 255823 મતદારોમાંથી 170677 મતદારોઅે પોતાનો મતનો ઉપયોગ કર્યો હતો, જેમાંથી 170589 મતો માન્ય ઠર્યા હતા. માત્ર 88 મત રદ થયા હતા. નોટાને પણ સારી એવી માત્રામાં મત પડ્યા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 86532 મતદારો અને કોંગ્રેસના ઉમેદવારને 72510 ઉમેદવારોઅે પસંદ કર્યો હતો. બાકીના પક્ષ કે અપક્ષને નોંધનીય મત મળ્યા ન હતા. અામ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારે 14022 મતોની લીડથી વિજય મેળવ્યો હતો. પરંતુ, કુલ 21 રાઉન્ડમાંથી પ્રથમ 10 રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવારે 50665 મતો મેળવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે 22198 મતો મેળવ્યા હતા.

અામ, કોંગ્રેસે ભાજપ ઉપર 28467 મતોની લીડ બનાવી રાખી હતી, જેથી કોંગ્રેસના ઉમેદવારની જીતની અાશા પ્રબળ હતી અને ભાજપના ઉમેદવાર હતાશામાં જોવા મળ્યા હતા. જોકે, ત્યારબાદ બાકીના 11 રાઉન્ડમાં ભુજ શહેર અને અાસપાસના જોડિયા મોટા ગામોના મતદારોની ઈ.વી.અેમ.અે મૂઠ્ઠી ખોલતા જ કોંગ્રેસની અાશા ખાખ થઈ ગઈ હતી અને ભાજપે 14022 મતોની લીડથી જીત મેળવી લીધી હતી. જોકે, અા વખતે ભુજ શહેર અને અાસપાસના મોટા જોડિયા ગામડાઅોના મતદારો બંધ મૂઠ્ઠી ખોલી કોને વિજેતા બનાવશે અે ઉત્કંઠાનો વિષય છે. કેમ કે, ભુજ શહેરની અાસપાસના મોટા જોડિયા ગામડાઅોમાં લેવા પટેલ મતદારોની બહુમતી છે. જેઅો હજુ સુધી ભાજપ તરફી ઝુકાવ રાખતા અાવ્યા છે.

પરંતુ, અા વખતે કોંગ્રેસ અને અામ અાદમી પાર્ટીના બંને ઉમેદવારો લેવા પટેલ છે. જ્યારે ભાજપના ઉમેદવાર કડવા પાટિદાર પટેલ છે. અેટલે મતોમાં ભાગ પડી જશે તો ભાજપ માટે કપરા ચઢાણ નક્કી છે. જોકે, ભાજપના મતોમાં ભાગ પડી જશે તો સામે કોંગ્રેસના મતોમાં અોલ ઈન્ડિયા મજલીસ-અે-ઈત્તેહાદુલ મુસ્લીમીન પણ ભાગ પડાવી જાય અેવી અટકળો થઈ રહી છે, જેથી ભાગ બટાઈ સરભર થઈ જશે તો ભાજપ માટે ગત ચૂંટણી જેટલું માર્જિન રાખી જીતવું મુશ્કેલ તો નહીં જ હોય.

લોહાણા અને જૈન મતદારોનું વલણ અકળ
લોહાણા અને જૈન જ્ઞાતિના મતદારો મોટેભાગે શિક્ષિત હોય છે. જેમની વધુ પડતી વસ્તી ભુજ શહેરમાં છે. જેઅો પણ બહુધા ભાજપ તરફી ઝુકાવ ધરાવે છે. જે નગરપાલિકાની ચૂંટણીના પરિણામોઅે સ્પષ્ટ કર્યું છે. પરંતુ, અા વખતે ભાજપે લોહાણા કે જૈન જ્ઞાતિને ટિકિટ ફાળવી નથી, જેથી વ્હોટ્સ અેપ ગ્રૂપમાં નારાજગી વહેતી થઈ હતી. અામ, અે બંને જ્ઞાતિના મતદારોનું વલણ અકળ છે. લોહાણાના અંદાજે પંદરેક હજાર અને અંદાજે જૈનોના બારેક હજાર મતો છે. જે કુલ અંદાજે પચ્ચીસથી ત્રીસ હજાર જેટલા થવા જાય છે. સામે લેવા પટેલના 32 હજાર જેટલા મતદારો છે. અામ, 21માંથી છેલ્લા 11 રાઉન્ડના 60થી 70 હજાર મતદારો કયા પક્ષ તરફ ઢળે છે અથવા તો કેટલા પક્ષમાં વહેંચાઈ જાય છે. અે કોને કેટલા મતો મળે છે અેના ઉપર નક્કી થશે. જોકે, અેથી કયા પક્ષનો ઉમેદવાર જીતશે અને કયા પક્ષનો ઉમેદવાર હારશે અે નક્કી કરવું ભૂલ ભરેલું રહેશે.

અન્ય સમાચારો પણ છે...