તપાસનો ધમધમાટ:હનીટ્રેપ કેસમાં મુંબઈના બંધુ પૈકી એકની તબિયત લથડી

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાઈનાન્સરને ફસાવવાના કેસમાં તપાસનો ધમધમાટ

આદિપુરના ફાઈનાન્સર અનંત ઠક્કરને હનીટ્રેપ કેસમાં ફસાવી ખંડણી માંગવાના આરોપમાં જેની સામે ફરિયાદ નોંધાઇ હતી તેવા કચ્છ લડાયક મંચના સ્થાપક પ્રમુખ રમેશભાઈ જોશીની રવિવારે ભુજમાં પૂછપરછ દરમ્યાન તબિયત ખરાબ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ભુજ બી ડિવિઝન પોલીસમાં કુલ 8 આરોપીઓ સામે ફરિયાદ થઇ હતી. જેમાં બિલ્ડર વિનય રેલોન અને મુખ્ય સૂત્રધાર આશા ઘોરી હાલ પાલારા જેલમાં છે, જ્યારે જયંતી ઠક્કર અને કુશલ ઠક્કર પોલીસ રિમાન્ડમાં છે. દરમિયાન કચ્છ લડાયક મંચના રમેશ જોષી અને શંભુ જોષી આ કેસમાં આરોપી હોવાથી શનિવારે પૂછપરછ બાદ રવિવારે પણ ભુજ એલસીબી ખાતે તપાસ કરવામાં આવી હતી.

જે દરમ્યાન તબિયત લથડી હતી.એલસીબી પીઆઇ સંદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું કે,રમેશ જોશી અને શંભુ જોશીની પૂછપરછ દરમિયાન રમેશ જોશીની તબિયત ખરાબ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે,હજી તપાસ શરૂ છે વધુમાં બંનેની ધરપકડનો ઇનકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...