ધરપકડ:ચૂબડક જુગાર કેસમાં રતનાલનો સંચાલક પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં ધકેલાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાલુકાના ચૂબડક ગામની સીમમાં થયેલા જુગારના ચકચારી કેસમાં મુખ્ય આરોપી એવા રતનાલના સંચાલકને પાસામા ધકેલી દેવામાં આવ્યો છે. એલસીબીએ આરોપીની અટક કરીને પાસા તળે સુરતની જેલમાં ધકેલી દેવા માટેની તજવીજ હાથ ધરી છે.

પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા જિલ્લામાં જુગારની બદી નેસ્ત નાબુદ કરવા તેમજ ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર ઇસમો વિરૂધ્ધ કડક હાથે કામ લેવા સુચના આપી હોય, જે અન્વયે જુગારનો અડ્ડો ચલાવતા ઇસમ રણછોડભાઇ શામજીભાઇ છાંગા (આહિર), ઉ.વ.48, રહે,રતનાલ તા.અંજાર વિરૂધ્ધમાં જુગારધારા અંગેનો ગુનો પધ્ધર પોલીસ સ્ટેશનમાં દાખલ હોઈ તેના વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કલેકટરને મોકલી આપવામાં આવી હતી.

જે આધારે કલેક્ટર તરફથી પાસા દરખાસ્ત ગ્રાહ્ય રાખી સામાવાળાને પાસા હેઠળ અટકાયત કરવાનો વોરંટ ઇસ્યુ કરતા એલ.સી.બી..પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ.ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈ.એચ.હિંગોરાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફ દ્વારા પાસા વોરંટ આધારે રણછોડભાઇ શામજીભાઇ છાંગાની અટકાયત કરીને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વિદેશી દારૂ વહેંચવાના કેસમાં ભોરારાનો બુટલેગર પાસા તળે અમદાવાદ જેલમાં
ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગર શૈલેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા,રહે. ભોરારા, તા.મુંદરા, વાળા વિરૂધ્ધમાં વિદેશી દારૂનું વેંચાણ કરવા અંગે ગુનો દાખલ થયો હોવાથી તેના વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કલેકટરને મોકલી આપતા કલેક્ટરે પાસા દરખાસ્ત ગ્રાહ્ય રાખી અટકાયતનો વોરંટ ઇસ્યુ કરતા એલ.સી.બી. ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ.ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈ.એચ.હિંગોરાના માર્ગદર્શન મુજબ સ્ટાફ દ્વારા વોરંટની બજવણી કરી શૈલેન્દ્રસિંહને ઝડપી અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...