અનોખી સેવા:નખત્રાણાના મોટી વિરાણીમાં લોકો ઉત્તરાયણ પ્રસંગે સિરો બનાવી અબોલ પશુઓને ખવડાવી કરે છે સેવાકિય કાર્ય

કચ્છ (ભુજ )23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોસ માસમાં સૂર્ય ધનું રાશિમાંથી મકર રાશિમાં પ્રયાણ કરતા તા. 14 જાન્યુઆરીના દિવસે ઉજવાતા હિન્દૂ ધર્મના તહેવાર ઉતરાયણના દિવસે દાન પુણ્ય વિશેષ મહત્વ રહેલું છે. આ પરંપરાને અનુસરીને નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે સેવાભાવી લોકો દ્વારા પશુ પક્ષીઓની દરકાર લઈ ખોરાક આપવામાં આવે છે. આ માટે શ્વાન માટે ખાસ લાપસી તૈયાર કરી, ગલી ગલી ફરીને ખવડાવવામાં આવે છે. છેલ્લા 7 વર્ષથી કરવામાં આવતી સેવા પ્રવુતિ દરમિયાન 60 કિલો લાપસી બનાવવામાં આવે છે. સાથેજ પક્ષીઓ માટે ચણ અને ગાયો માટે લીલા ચારાનું પણ સેવાભાબીઓ દ્વારા દાન કરવામાં આવે છે.

આ વિશે જયેશભાઇ દિવાને જણાવ્યું હતું કે, મોટી વિરાણી ગામમાં આ સેવા સાથે સંકળાયેલા લોકો સ્વભંડોળમાંથી પશુ પક્ષીઓ માટે ઉત્તરાયણના દિવસે ખોરાક પૂરો પાડવાનું કામ કરે છે. જેમાં શ્વાન માટે 60 કિલો જેટલી લાપસી તૈયાર કરી, ગામની ગલીઓમાં ફરીને ખવડાવમાં આવે છે. આ સેવા પ્રવુતિમાં ગામના નવીનભાઈ બાથાણી, જયેશભાઇ દિવાણી, પરેશ ભાઇ કાનાણી, ઉમેશ ભાઇ બાથાણી, જય ભાઇ બાથાણી, મિતેષ ભાઇ બાથાણી જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...