એકપણ ઉમેદવાર પસંદ નથી:2017ની ચૂંટણીમાં 21,310 મતદારોને 80માંથીએકપણ મુરતિયો પસંદ ન પડ્યો

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં ખેલાશે ત્રિ-પાંખિયો જંગ : અપક્ષ સહિત તમને એકપણ ઉમેદવાર પસંદ નથી તો અન્ય િવકલ્પ છે ‘નોટા’
  • ‘નોટા’માં ભલે ને વધારે મત પડ્યા હોય પરંતુ વિજેતા બને છે વધુ વોટ શેર વાળો જ ઉમેદવાર

વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રચાર-પ્રસાર કરવામાં અાવી રહ્યો છે પરંતુ કયાંય પણ મતદારોને અેવું નથી કહેવાતું કે, જો તમને ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોમાંથી અેકપણ પસંદ ન હોય તો અન્ય િવકલ્પ તરીકે ‘નોટા’ને મત અાપી શકો છો. વિધાનસભાની 2017ની સામાન્ય ચૂંટણી પર નજર કરીઅે તો કચ્છના 21,310 મતદારોને 80માંથી અેકપણ ઉમેદવાર પસંદ પડ્યો ન હતો.

કચ્છમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને રાજકીય પક્ષો, ઉમેદવારોનો પ્રચાર વેગવંતો બન્યો છે તો બીજી તરફ તંત્ર દ્વારા પણ કચ્છમાં 100 ટકા મતદાન થાય તે દિશામાં પ્રયાસો કરવામાં અાવી રહ્યા છે. જો કે, જો મતદારોને વર્તમાન ચૂંટણીમાં ઉભેલા 19 અપક્ષ સહિત 55 ઉમેદવારોમાંથી અેક પણ મુરતિયો પસંદ ન હોય તો તેમની પાસે ‘નોટા’નો િવકલ્પ છે જ. વર્ષ 2017માં કચ્છમાં કુલ મતદારો 14,28,006 મતદારો હતા, જેમાંથી પોસ્ટલ બેલેટથી 5,711 અને ઇવીઅેમથી 9,13,234 મળી કુલ 9,18,945 મતદારોઅે મતદાન કરતાં 64.34 ટકા મતદાન થયું હતું. તે ચૂંટણી વખતે 43 અપક્ષ સહિત 80 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા છતાં પણ 9,18,945 મતદારોમાંથી પોસ્ટલ બેલેટથી 132 અને ઇવીઅેમથી 21,178 મતદારોઅે ‘નોટા’ પર પસંદગી ઉતારી હતી. અેટલે કે, તે ચૂંટણીમાં કચ્છના 21,310 મતદારોને 80માંથી અેકપણ મુરતિયો પસંદ પડ્યો ન હતો.

અત્રે અે પણ નોંધવું રહ્યું કે, ‘નોટા’ અે ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોમાંથી અેકપણ ઉમેદવાર પસંદ ન હોય તો અન્ય િવકલ્પ તરીકે તેની પસંદગી મતદાર કરી શકે છે. જો કે, ‘નોટા’ વિજેતા ઉમેદવારને બરખાસ્ત કરવાની ખાતરી અાપતું નથી. અા અેક નકારાત્મક પ્રતિક્રિયા અાપવા માટેનો મતદારો પાસે િવકલ્પ છે. ચૂંટણીમાં ‘નોટા’નું કોઇ જ મૂલ્ય નથી. ભલેને નોટામાં વધારે મત પડ્યા હોય પરંતુ વધુ વોટ શેર વાળો ઉમેદવાર જ વિજેતા જાહેર થાય છે.

વધતા જતા ભ્રષ્ટાચાર, મોંઘવારી, શિક્ષણ, અારોગ્ય, પાણી, રોડ સહિતના પ્રશ્નોથી વાજ અાવી ગયેલા મતદારો પાસે ‘નોટા’નો અેક િવકલ્પ છે. ત્યારે તા.1-12ના કેટલા મતદારો ‘નોટા’ પર પસંદગી ઉતારે છે તેની ખબર તા.8-12ના પરિણામ જાહેર થયેથી પડશે.

અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ‘નોટા’ને મળ્યા હતા 2954 મત
2020માં યોજાયેલી અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરીઅે તો કુલ 1,45,047 મતદારોઅે મતદાન કર્યું હતું. જો કે, અા ચૂંટણીમાં પણ 2954 મતદારોને અેકપણ ઉમેદવાર પસંદ પડ્યો ન હતો અને ‘નોટા’ને મતદાન કર્યું હતું. વધુમાં 769 મતદારોના મત તો ગમે તે કારણોસર રદ થયા હતા.

‘નોટા’નો િવકલ્પ ઇવીઅેમમાં દાખલ કરવા સુપ્રીમ કોર્ટેનો છે અાદેશ
પીપલ્સ યુનિયન ફોર સિવિલ લીબર્ટીઝ દ્વારા અેક રીટ દાખલ કરવામાં અાવી હતી. જે રીટ અન્વયે ભારતની સર્વોચ્ચ અદાલતે હુકમ કરી, ચૂંટણીપંચને મતદાનપત્રો, ઇવીઅેમમાં અાવશ્યક સુવિધા ઉભી કરી, તેમાં ઉપરના પૈકી કોઇ નહીં (નોટા)નો િવકલ્પ રાખવા અાદેશ કર્યો હતો. જેથી મતદારો મતદાન ન કરે અેના કરતાં જો તેને કોઇ ઉમેદવાર પસંદ ન હોય તો ‘નોટા’નો િવકલ્પ પસંદ કરી, મતદાન કરી શકે છે.

2017માં વિધાનસભાવાર નોટામાં પડેલા મત
વિધાનસભા ઇવીઅેમ પોસ્ટલ બેલેટ કુલ મત

વિધાનસભાઇવીઅેમપોસ્ટલ બેલેટકુલ મત
અબડાસા324293251
માંડવી1665201685
ભુજ4525564581
અંજાર3589123601
ગાંધીધામ3543353578
રાપર461404614
કુલ21,17813221,310

અન્ય સમાચારો પણ છે...