આત્મહત્યા:સુખપરમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિનો ફાંસો ખાઇ આપઘાત

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરશડીમાં ઝેર પીનારી મહિલાનું સારવારમાં મૃત્યુ

ભુજ તાલુકાના સુખપર ગામે પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિ એ ફાસો ખાઇ જીવન ત્યાગ્યું હતું. તો, માંડવી તાલુકના દરશરડી ગામની વાડીમાં ઝેરી દવા પી લેનાર પરણિતાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસે તપાસ હાથ ધરી છે. સુખપર ગામે વાઘડીયા ચોકમાં રહેતા મીનાબેન સુરેશભાઇ યાદવએ પોલીસમાં જાહેર કર્યું હતું કે, બનાવ શનિવારની રાત્રીના દસ વાગ્યાથી સાડા દસ વાગ્યા દરમિયાન બનાવ બન્યો હતો.

તેમના પતિ સાથે ઝઘડો થયા બાદ પતિએ પતરાવાળા મકાનનો દરવાજો બંધ કરીને અંદર લોખંડના પાઇપમાં દુપટ્ટો બાંધીને ફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માનકુવા પોલીસે બનાવની નોં ધલઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તો, બીજી તરફ માંડવી તાલુકાના દરશડી ગામની વાડીમાં એક સપ્ટેમ્બરના ગુરૂવારના બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ગીતાબેન વિક્રમભાઇ રાઠવા (ઉ.વ.28) નામની પરણિત મહિલા માનસિક બીમારી હોઇ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરતાં જ્યાં સારવાર દરમિયાન રવિવારે સવારે અગ્યાર વાગ્યાના અરસામાં અંતિમ શ્વાસ લીધો હતો. ગઢશીશા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ ભુજ વિભાગના ડીવાયએસપીએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...