કચ્છમાં ગૌવંશ લમ્પી રોગના ભરડામાં હોતાં સરકાર હરકતમાં આવી છે તેમ છતાં ભચાઉ તાલુકાના સામખિયાળીમાં હજુ પણ દૈનિક 8થી 10 પશુ લમ્પીના કારણે મોતને ભેટે છે તેમ જણાવતાં ટીમ વાગડના મોભીએ બીમાર અબોલ જીવોની સારવાર ન થતી હોવાનો આક્ષેપ કર્યો છે.
ટીમ વાગડના મોભી લક્ષ્મીચંદ ચરલાએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એક બાજુ સરકાર સ્વૈચ્છિક સંસ્થાઓ ગૌવંશ બચવવા આગળ આવે તેવી અપીલ કરે છે બીજી બાજુ રાત દિવસ જોયા વગર ટીમ વાગડ જે વિસ્તારમાં કામ કરી રહી છે તેમાં સરકાર દ્વારા કોઈ સહકાર મળતો નથી. તેમની સંસ્થાએ લાખો રૂપિયાની દવા લીધી છે પણ લમ્પીગ્રસ્ત ગૌવંશને આ દવા આપવા કોઈ પશુ ડોક્ટર નથી આવતા તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.
પશુ પલન વિભાગના અધિકારીઓ ફક્ત રસીકરણ કરવા માટે આવે છે. લમ્પીગ્રસ્ત ઢોરની સારવાર ન થતા ફક્ત સામખિયાળીમાં દૈનિક આઠથી દસ ગૌવંશ મોતને ભેટે છે તેમ તેમણે ઉમેર્યું હતું. સેવાભાવી સંસ્થાઓ પ્રત્યે સરકાર સકારાત્મક વલણ દાખવે તેમ તેમણે કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.