• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • In Samkhiali, Kantha 24 Gujjar Meghwal Samaj Kicked Out 11 People, Including The Chairman Of The Taluka Panchayat's Justice Committee.

સમાજના નિર્ણય સામે વિરોધ:સામખિયાળીમાં કાંઠા ચોવીસી ગુર્જર મેઘવાળ સમાજે તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન સહિત 11 લોકોને નાત બહાર કરતાં વિવાદ

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાગડ વિસ્તારના 20 ગામની કાંઠા ચોવીસી ગુર્જર મેઘવાળ સમાજની આગેવાની હેઠળ ગઈકાલે ભચાઉના સામખિયાળી નજીક સમાજની જગ્યા ખાતે બેઠક મળી હતી. તેમાં સમાજના નિયમોની આડ હેઠળ ભચાઉ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન સહિત 11 લોકોને નાત બહાર કરવાનો નિર્ણય સમાજ અગ્રણીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. આ પૂર્વે 16 અન્ય લોકોને પણ સમાજ દ્વારા નાત બહાર કરવામાં આવ્યા હતા. આ મામલે નાત બહાર થયેલા તમામ લોકો અને તેમના સગા સ્નેહીજનોએ આજે લાકડીયા નજીક બેઠક બોલાવી હતી અને સમાજના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. જો આવતીકાલ સુધીમાં સમાજ ફેર વિચારણા નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા એકસંપ કરાયો હોવાનું નારાજ લોકોએ જણાવ્યું હતું.

નાત બહાર થયેલા લોકોએ એકત્ર થઈ સમાજના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો
આ વિશે ભચાઉ. તા. પ.ના ન્યાય સમિતિના ચેરમેન વશરામ સોલંકીએ આરોપ મુકતા જણાવ્યું હતું કે, સમાજમાંથી નાત બહાર કરવામાં આવતા સારા કે ખરાબ કોઈ પ્રસંગે સમાજના લોકો વ્યવહાર રાખી શકતા નથી. સામાજિક વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવે છે. જે બંધારણની રીતે ગેરકાયદે છે. જેનો નાત બહાર થયેલા લોકોએ એકત્ર થઈ સમાજના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જોકે આ નિર્ણયમાં ફેરબદલ કરવામાં નહિ આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, સામાજિક સંબંધોના વિચ્છેદ કરવાની જાહેરાત અખબારમાં આપતા સમાજે આ પ્રકારની નિતી અપનાવી છે. જે ભારતીય બંધારણ મુજબ ગેરવ્યાજબી છે. અલબત્ત સમાજ અગ્રણી સાથે ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ નિરર્થક નિવડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...