ભાજપનો પ્રચંડ પ્રચાર:રાપરના ભીમાસરમાં વજુભાઇ વાળાએ જનસભા સંબોધી, કહ્યું તાલુકામાં ટૂંક સમયમાં નર્મદા જળ પહોંચાડીશું

કચ્છ (ભુજ )2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષની સ્ટાર પ્રચારકો સાથેની સભાઓ જિલ્લામાં ગાજતી થઈ છે. આજે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે અબડાસા ભાજપના ઉમેદવાર માટે મુન્દ્રાના હરિપર અને નખત્રાણા ખાતે સભા યોજી હતી તો સમી સાંજે રાપર તાલુકાના ભીમાસર ખાતે ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ સ્ટાર પ્રચારકની ભૂમિકામાં જંગી સભા સંબોધી હતી. રાપર બેઠકના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં યોજાયેલી સભામાં હાજર વજુભાઈએ મંચ પરથી રાપર તાલુકાના ગામોને ટૂંક સમયમાં નર્મદાના પાણી પહોંચાડવાની વાત કરી હતી.

રાપર વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રચાર અર્થે આવેલા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલના વજુભાઇ વાળાની ભીમાસર ખાતે યોજાયેલી સભામાં અનેક કોંગેસના આગેવાનો કાર્યકરો ભાજપમાં જોડાયા હતા, જેમને વજુભાઈએ આવકાર આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ હવે ખતમ થઈ રહી છે.

સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા
ભીમાસર ખાતે યોજાયેલી જાહેર સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આ તકે એક હજાર જેટલાં કાર્યકરો સાથે કીડીયાનગર ના પૂર્વ સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય અજીતસિંહ પરમાર સાથે વિરેન્દ્રસિંહ જાડેજા અને વજુભાઈ વાળાની રાહબરી હેઠળ ભાજપમાં જોડાયા હતાં અને કોંગ્રેસ ઉપર જોરદાર પ્રહાર કર્યા હતાં.

.

અન્ય સમાચારો પણ છે...