ગેરકાયદેસર ખનન:રાયધણજરમાં AIMIM ના જિલ્લા પ્રમુખની લીઝમાં ખનીજ ચોરી પકડાઇ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય એક લીઝ સહીત 2261 મેટ્રીક ટન ગેરકાયદેસર ખનન સામે આવ્યું

હાલ વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર આસમાને છે. તેવામાં અબડાસાના રાયધણજરમાં એઆઈએમઆઈએમના જિલ્લા પ્રમુખ ઈબ્રાહીમ જાફર હાલેપોત્રાની બ્લેકટ્રેપની લીઝ પર ખાણખનીજ વિભાગને સાથે રાખી પોલીસે દરોડો પાડતા રાજકીય ગરમાવો આવ્યો છે. કોઠારા પોલીસે બાતમીને આધારે તપાસ કરતા બે લીઝ પર સર્વે કરતા કુલ 2261 મેટ્રિક ટન ખનીજ ચોરી સામે આવી છે.

અબડાસા તાલુકાના રાયધણજર ગામની સીમમાં આવેલ દેવેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજાના સર્વે નંબર 154 પૈકી 2 તથા ઈબ્રાહીમ જાફર હાલેપોત્રાના સર્વે નંબર 157 પૈકી 1 વાળી લીઝ બહાર ગેરકાયદેસર ખનન થયું હોવાની બાતમીને આધારે કોઠારા પોલીસ દ્વારા 1 નવેમ્બરે ખાણખનીજ વિભાગના અધિકારીઓને સાથે રાખી સ્થાનિકે સર્વે કરવામાં આવ્યું હતું. ખાણખનીજ વિભાગ દ્વારા કરાયેલી કામગીરીમાં દેવેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજાની લીઝ પરથી રૂપિયા 3,78,817 ની કિમતનું 853 મેટ્રિક ટન બ્લેકટ્રેપનું ગેરકાયદેસર ખનન સામે આવ્યું છે.

જયારે એઆઈએમઆઈએમના જિલ્લા પ્રમુખ ઈબ્રાહીમ જાફર હાલેપોત્રાની લીઝ પરથી રૂપિયા 6,46,980 ની કિમતનું 1426 મેટ્રિક ટન બ્લેકટ્રેપનું ગેરકાયદેસર ખનન સામે આવ્યું છે. ખાણખનીજ વિભાગે રાયધણજર ગામની સીમમાં આવેલ બન્ને લીઝ પર કરેલ સર્વેની કામગીરીમાં રૂપિયા 10,25,797 ની કિમતના 2261 મેટ્રિક ટન બ્લેકટ્રેપનો લીઝ વિસ્તાર બહાર ગેરકાયદેસર ખનન થયું હોવાનું સામે આવ્યું છે.

અબડાસા વિસ્તારમાં ખાણખનીજ વિભાગે હાલ વિધાનસભાની ચૂંટણી ટાણે એઆઈએમઆઈએમના જિલ્લા પ્રમુખની લીઝ પર દરોડા પડતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે ઇબ્રાહીમ હાલેપોત્રા 2007માં બહુજન સમાજ પાર્ટી અને 2020ની પેટા ચૂંટણીમાં અપક્ષ તરીકે અબડાસામાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતાં. અને મુસ્લીમ હિત રક્ષક સમિતિના પ્રમુખ પદે પણ સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...