પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના બે બનાવો સામે આવ્યા છે.જેમાં નલિયામાં પુત્રના આપઘાત બાદ તેના વિયોગમાં 42 વર્ષીય માતાએ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું.તો બીજી તરફ નારણપર ગામના ૨૩ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લેતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે.ઉપરોક્ત બન્ને બનાવોના પગલે હતભાગીઓના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ નલિયાના 42 વર્ષીય શાન્તાબેન ભરત આરબે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.સાતેક મહિના અગાઉ મહિલાના મોટા દીકરા અજયે છાડુરા ગામની સીમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.દીકરાના મોત બાદ માતા તેના વિયોગમાં દુખી રહેતી હતી.
આ દરમિયાન શાન્તાબેને બુધવારે સવારે 4 વાગ્યે પોતાના ઘરમાં છતની આડીમાં લુંગી વડે ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું.બનાવને પગલે નળિયા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ નારણપર ગામના 23 વર્ષીય ઇમરાન સુમાર જતે તારીખ 7.11 ના ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ માં રાત્રે 8 વાગ્યે કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ પી લીધો હતો.જેને સારવાર માટે ભુજની એકોર્ડ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન બુધવારે યુવાનનું મોત થયું હતું.યુવાનના મોતને કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.બનાવને પગલે માનકુવા પોલીસે એડી દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પૂર્વ કચ્છમાં બે યુવાનોએ ગળે ફાંસો ખાઇ અંતિમ પગલું ભર્યું
ક્રાઇમ રિપોર્ટર | ગાંધીધામ |પૂર્વ કચ્છમાં આદિપુર અને રાપરમાં બે યુવાનોએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લઇ અંતિમ પગલું ભરી લીધું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.
રાપરમાં 35 વર્ષીય યુવકે અકળ કારણોસર પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઇ લીધો
રાપરમાં રહેતા 35 વર્ષીય દિનેશ કરમણ ધેડાએ ગત બપોરે બે વાગ્યાના અરસામાં પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઇ લીધા બાદ તેનો ભાઇ અશોક કરમણ ધેડા તેને રાપર સીએચસી લઇ ગયો હતો. પરંતુે ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી આ બાબતે પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ ડી.જી.પ્રજાપતિએ આ યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભરી લીધું તે જાણવા તપાસ હાથ ધરી છે.
આદિપુરમાં દોરી વડે યુવાને ઘરમાં જ ફાંસો ખાઇ લીધો
આદિપુરના વોર્ડ-1/એ ના પ્લોટ નંબર 304 માં રહેતા 29 વર્ષીય મુકેશ હીરાલાલ ચારણે ગત રાત્રે 9 વાગ્યાના અરસામાં પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લીધો હોવાનું તેનો મૃતદેહ લઇ આવનાર પ્રવિણભાઇ બારોટે આપેલી વિગત રામબાગ હોસ્પિટલના તબીબે આદિપુર પોલીસને જણાવતાં પીએસઆઇ બી.વી.ચુડાસમાએ
કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.