સમગ્ર કચ્છમાં હાલ ગૌવંશમાં વ્યાપકપણે ફેલાયેલા લમ્પી સ્કિન ડિસERસના કારણે પશુપાલકો અને લોકોમાં દુઃખની લાગણી પ્રસરી છે. ત્યારે આરોગ્ય તંત્ર ઉપરાંત ગૌ પ્રેમી ગ્રુપો દ્વારા ભયાનક રોગ સામે જાગૃતિ લાવી ગાયોની અવિરત સેવા કરવામાં આવી રહી છે. આજ પ્રકારની સેવા નખત્રાણા ખાતે જય ગિરનારી ગૌ સેવા સમિતિ ગ્રુપની બહેનો દ્વારા પણ શરૂ કરવામાં આવી છે. જેમાં દાતાઓના સહયોગથી અશક્ત અને બીમાર ગાયોને પોષણક્ષમ ખોરાક પૂરો પાડવા નગરની સોની સમાજવાડીમાં આયુર્વેદિક લાડુ બનાવી વિવિધ વિસ્તારોની ગાયોને ખવડાવવામાં આવશે.તો ગાયોને સ્વસ્થ રાખવા નગરમાં આવેલા પશુ અવાડાઓને પણ સાફ કરી તેમાં બહેનો દ્વારા વરીયાળી, સાકર અને પતાસા મિશ્રિત પાણી ભરવામાં આવશે.
નખત્રાણા નગરની વિવિધ સોસાયટીની મહિલાઓ શ્રમદાન આપી રહી છે
એકતરફ કચ્છમાં લમ્પી રોગના કારણે ગૌવંશના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. તો બીજી તરફ જીવદયા પ્રેમીઓ દ્વારા સ્વૈચ્છિક સેવા યજ્ઞ થઈ રહ્યા છે. ગ્રામીણ વિસ્તારથી નગર અને શહેરી એરિયામાં લોકો રાત દિવસ ગૌવંશની સારવારમાં લાગ્યા છે. વહીવટી તંત્ર પણ તેમાં હવે ફાળો આપી રહ્યું છે. એવા સમયે નખત્રાણાના મણીનગર, શક્તિનગર, જીલ જલારામ પ્રાચી એક બે ત્રણ અને શિવ આદર્શ સોસાયટી સહિતની બહેનો દ્વારા ગૌ સેવાર્થે પૌષ્ટિક લાડુ બનવવાનું શરૂ કરાયું છે. આ ભગીરથ કાર્યમાં રસોઈયા તરીકે રાજુભાઈ જોશી સહયોગી બન્યા છે. મહિલા ગિરનારી ગ્રુપના દક્ષાબેન હિતેશપુરી ગોસ્વામી સહિતના બહેનો પોતાનું શ્રમદાન આપી રહ્યાનું લખન દેસાઈએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.