નખત્રાણામાં પતંગો તેમજ દોરા વેચવા માટે ખોલવામાં આવેલા પતંગ સ્ટોલની વન વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. ઉતરાયણ પર્વને લઈ હાલ ચાઈનીઝ દોરના વેંચાણ અંગે ચિંતા જોવા મળી રહી છે. ત્યારે ચાઈનીઝ દોરાની ચકાસણી માટે વન વિભાગ આગળ આવ્યું હતું. આ વેળાએ ચાઈનીઝ દોરા કે તીક્ષણ કાચ વાળા માંઝાથી તૈયાર થયેલા દોરા માલુમ પડશે તો વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે નખત્રાણા આરએફઓ ધવલ દેસાઈએ જણાવ્યું હતું કે પાઠોના સ્ટોલ પરની ચકાસણી લોકોની સલામતીના ભાગરૂપે હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં આરએફઓ વનરાજસિંહ બિહોલા, વિસ્તરણ વિભાગના કે કે પરમાર, ફોરેસ્ટર ઈશાક બ્રેયર, એ એચ મકવાણા, ભીમજી મહેશ્વરી, પીએમ ધારવા, દક્ષાબેન વરસાણી, ચંદુભાઈ મેરીયા સહિતના જોડાયા હતા અને નખત્રાણામાં ઉભા થયેલા અંદાજિત નાના મોટા 30થી વધુ પતંગ સ્ટોલની ચકાસણી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.