બાળકીને નવજીવન:લખપતમાં ઓછા વજન સાથે જન્મેલી જોડિયા બાળકીઓને લાંબી સારવાર બાદ બચાવી લેવાઈ

કચ્છ (ભુજ )3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણાની ખાનગી હોસ્પિટલે સારવાર આપી બચાવી લીધી
  • 27 દિવસ લાંબી સારવાર બાદ માતા અને નવજાત બાળકીઓ સ્વસ્થ બની ઘરે પરત ફરી
  • જન્મ સમયે​​​​​​​ બાળકીઓનો વજન માત્ર 1 કિલો જ હતું

છેવાડાના સરહદી લખપત તાલુકાના ધ્યાપર ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ચકરાઈ ગામના માલધારી પરિવારની મહિલાએ એક સાથે બે બાળકીઓને જન્મ આપ્યો હતો. પરંતુ અધૂરા મહિને જન્મેલી નવજાત બાળકીઓનું વજન માત્ર એક કિલો જ હતું. જેને લઈ તેઓની હાલત અતિ નાજુક જણાઈ આવતા વધુ સારવાર અર્થે અન્યત્ર ખસેડવાની જરૂર ઉભી થઇ હતી. પ્રસૂતા સાથે નવજાત બાળકીઓને તુરંત નખત્રાણાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તાકીદની સારવાર શરૂ કરવામાં આવી હતી. જ્યાં 27 દિવસ લાંબી સારવાર બાદ બન્ને શિશુ સંગે માતા સ્વસ્થ બનતા આનંદભેર રજા આપવામાં આવી હતી. પ્રસૂતા અને શિશુઓને નવજીવન મળતા માલધારી પરિવાર સાથે આ ઘટનામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા અનેક મદદકર્તાઓએ રાહતનો શ્વાસ લઈ ખુશી વ્યક્ત કરી હતી.
તાકીદની સારવાર કારગર નીવડી
લખપત તાલુકાના ચકરાઈ ગામના માલધારી પરિવારના સગર્ભા મહિલા નૂર ખતું અમીર અલી જતને પ્રસંવ પિડા ઉપડતા દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાઇ હતી. જ્યાં સગર્ભા મહિલાને અધૂરા મહીને બે ટવીન્સ બેબીનો જન્મ થયો હતો. જેની હાલત અતિ નાજુક હોતા અને અધૂરા મહિને જન્મ થતા વજન પણ ઓછું હતું. જેને લઈ શિશુઓને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હતી. તેથી વધુ સારવાર માટે નખત્રાણાની બાળકોની હોસ્પિટલ માતૃ સ્પરસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ઓક્સિજન સપોર્ટ પેટીમાં રાખી સારવાર શરૂ કરાઇ હતી.
સારવાર ખર્ચમાં આયુષ્યમાંન કાર્ડ ઉપીયોગી સાબિત થયું
આ અંગે બાળ રોગ નિષ્ણાંત ડો હિમાંશુ પટેલ દ્વારા પદ્ધતિસરની સારવાર અપાઈ હતી અને તમામ ટ્રીટમેન્ટ પૂર્ણ કરી બંને નવજાત બાળકીઓની તબિયત સુધારા ઉપર આવતા હોસ્પિટલ દ્વારા 27મા દિવસે સ્વસ્થ બનતા રજા આપવામાં આવી હતી. ગરીબ માલધારી પરિવારને આયુષ્માન કાર્ડ ખર્ચાળ સારવારમાં ઉપયોગી થયું હતું. પરિવારે માતૃ સ્પેર્સ હોસ્પિટલ અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હોવાનું હાર્દિક સોનીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...