લખપત તાલુકામાં જમીન બિનખેતી થઇ નથી તેમ છતાં પણ કંપનીઅો દ્વારા નિયમોને નેવે મૂકીને પવનચક્કીનું કામ શરૂ કરી દીધું હોવાના અાક્ષેપ સાથે કલેક્ટરને રજૂઅાત કરાઇ છે. લખપત તાલુકા પંચાયતની ગુનેરી બેઠકના સદસ્યા દયાબા જશુભા જાડેજાઅે અાઇનોક્ષ વિન્ડ અને અેન.ટી.પી.સી. કંપનીના નામ જોગ કલેક્ટરને રજૂઅાત કરતા જણાવ્યું છે કે, અા બંને કંપનીઅો દ્વારા જમીન અેન.અે. ન થઇ હોવા છતાં પણ પવનચક્કીનું કામ શરૂ કરી દીધું છે. વધુમાં દસ્તાવેજ પણ પ્રમાણિત થયા નથી.
કંપનીઅો દ્વારા તાલુકાના અટડા, સિયોત, મુધાન, ગુનેરીમાં નિયમોને નેવે મૂકીને કામ કરવામાં અાવી રહ્યું છે. અધુરામાં પૂરું અગાઉથી રસ્તા બનાવ્યા વગર જ કામ શરૂ કરી દેવામાં અાવ્યું છે. પવનચક્કીઅોના કારણે પશુધન, પક્ષીઅો, પર્યાવરણ, ખેતીની જમીન પર વિપરીત અસર પડી રહી છે. જયાં સુધી તંત્ર દ્વારા નિર્ધારીત નિયમોનું પાલન ન કરાય ત્યાં સુધી કંપનીઅો દ્વારા ચાલતું કામ બંધ રાખવાની માંગ તેમણે કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.