ધર્મ અંગિકાર:લાકડિયામાં મચ્છોયા પરિવારના 15 સભ્યોએ એકીસાથે બૌધ્ધ ધર્મ અંગિકાર કર્યો

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહા ગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા દીક્ષા અપાઇ, પ્રચાર રેલી પણ યોજાઇ

ભારતના પ્રથમ મહિલા શિક્ષક રાષ્ટ્રમાતા સાવિત્રી બાઈના જન્મ દિવસ નિમિતે ભચાઉ તાલુકાના લાકડિયામાં મચ્છોયા પરિવારના 15 સભ્યોએ એક સાથે હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. આ તકે પરિવારને મહા ગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા દીક્ષા અપાઇ તેની સાથે ગામમાં પ્રચાર રેલી પણ યોજાઇ હતી.જેની વિશેષ વિગત નીચે મુજબ છે. તા. 3/1ના માતા સાવિત્રી બાઈ ફુલેના જન્મ દિવસે સવારે મચ્છોયા હાઉસથી બુધ્ધમ, શરણં ગચ્છામિના નાદ સાથે ગામમાં પ્રચાર રેલી યોજાઇ હતી.

ત્યારબાદ મહા ગુજરાત બૌદ્ધ સંઘના ઉપાસકો દ્વારા બંધારણીય રીતે બૌદ્ધ દીક્ષા આપવામાં આવી હતી જેમાં પંચાંગ પ્રણામ, ત્રીશરણ, પંચશીલ તેમજ ડો. બાબા સાહેબ દ્વારા લેવામાં આવેલી પ્રતિજ્ઞાનું વાંચન કરાયું હતું. આ તકે ધર્માંતરણ અને તે અંગેના સરકારે જારી કરેલા પરિપત્રની સમજૂતી આપવામાં આવી હતી. સમારોહમાં પી.આઈ. વસાવા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બૌધ્ધ ધર્મ અનાત્મવાદ, અનીશ્વરવાદ તેમજ પ્રકૃતિ અને વિજ્ઞાનમાં વિશ્વાસ રાખનાર છે તેમજ સમતાને પ્રન્ય આપતો હોવાથી આ ધર્મ અંગિકાર કર્યો હોવાનું મચ્છોયા પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...