સત્તાધીશોનો દાવો:કચ્છ યુનિ.માં વિદ્યાર્થીઓએ મેસના બિલ ન ભરતા બપોરે જમવાથી વંચિત રખાયા

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેખિત ખાતરી માંગી હતી તે છાત્રોએ ન આપી હોવાનો સત્તાધીશોનો દાવો

કચ્છ યુનિવર્સિટીમાં આવેલી હોસ્ટેલના અમુક વિદ્યાર્થીઓએ મેસના બિલ ન ભરતા બપોરે જમવાથી વંચિત રખાયા હતા.વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે,દર મહિને 2 હજારની આસપાસ બિલ આવે છે પણ આ વખતે 2400 જેટલું બિલ આવ્યું છે.જેથી હિસાબ મંગાયો હતો પણ હિસાબ ન આપી બપોરે જમવાથી વંચિત રખાતા હડતાલ કરાઇ હતી.વિદ્યાર્થીઓએયુનિવર્સિટીની મેઇન લોબીમાં ધરણાં કર્યા હતા.

આ બાબતે કુલપતિ જયરાજસિંહ જાડેજા અને હોસ્ટેલ ઈન્ચાર્જ ડો.ચિરાગે જણાવ્યું કે,મેસમા કુલ 212 વિદ્યાર્થી જમે છે વિદ્યાર્થીઓ દ્વારા અપાતી રકમના આધારે બિલ ચૂકવાય છે.હિસાબ દીવાલ પર લગાવાયો છે કોઈ પણ તેને જોઈ શકે છે.જે 36 જેટલા છાત્રોએ વિરોધ કર્યો તે પૈકી અમુકની હોસ્ટેલ ફી પણ બાકી છે.વિદ્યાર્થીઓને કહેવાયું હતું કે,તમે ભલે પછી ફી ભરો પણ લેખિતમાં ખાતરી આપો પણ તે આપી નથી જેથી સમજાવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...