વાવણી:કચ્છમાં આ વખતે રવિપાકનું વાવેતર ચાર આની એ ન પહોંચ્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં માત્ર 5.83 ટકા અને મુન્દ્રામાં 7.61 ટકા જેટલું વવાયું
  • ​​​​​​​ખેડલાયક 7.53 લાખ હેકટરમાંથી માત્ર 1.54 લાખ હેકટરમાં વાવણી

કચ્છ જિલ્લામાં ખેડલાયક જમીન 7 લાખ 53 હજાર 907 હેકટર છે, જેમાંથી 1 લાખ 54 હજાર 280 હેકટરમાં જ હજુ સુધી રવિપાકનું વાવેતર થયું છે. જે 20.46 ટકા જેટલી થાય છે. અામ, ચાર અાનીઅે પણ પહોંચ્યું નથી! જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીના મદદનીશ ખેતી નિયામક શાંતિલાલ પ્રજાપતિઅે જણાવ્યું હતું કે, રાપર તાલુકાના ગામડાઅોમાં સાૈથી વધુ 1 લાખ 40 હજાર 129 ખેડલાયક જમીનમાંથી 69 હજાર 335 હેકટરમાં વાવણી થઈ છે.

ત્યારબાદ અંજાર તાલુકાના ગામડાઅોમાં ખેડ લાયક 71 હજાર 420 હેકટરમાંથી માત્ર 13 હજાર 140 હેકટરમાં જ વાવેતર થયું છે. જ્યારે સાૈથી અોછું ગાંધીધામ તાલુકામાં ખેડલાયક 5141 હેકટર જમીનમાંથી માત્ર 300 હેકટરમાં વાવણી થઈ છે. જે 5.82 ટકા કહેવાય. અેવી જ રીતે મુન્દ્રા તાલુકામાં ખેડલાયક 49270 હેકટર જમીનમાંથી માત્ર 3747 હેકટરમાં જ વાવણી થઈ છે. જે 7.67 કહેવાય.

પાક મુજબ વાવણી

પાકહેકટર
ઘઉં31808
ચણા255
વાલ5
રાઈ30441
જીરૂ43479
ધાણા2359
લસણ45
ઈસબગુલ5783
વરિયાળી2800
ડુંગળી260
શાકભાજી6577
ઘાસચારો29283
અજમો800
મેથી385

તાલુકા મુજબ હેકટરમાં ખેડલાયક જમીન અને વાવણી

તાલુકોખેડલાયકવાવેતર
--જમીનટકા
અબડાસા9822914.83
અંજાર7142018.4
ભચાઉ11595813
ભુજ9315814.41
ગાંધીધામ51415.83
લખપત3262210.29
માંડવી7796313.07
મુન્દ્રા492707.61
નખત્રાણા7001715.92
રાપર14012949.48
કુલ75390720.46

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...