માંડવી વિસ્તારમાં વાવણીનો ધમધમાટ:કચ્છમાં જુલાઇમાં જ ખરીફપાકનું 33.56 ટકા જમીનમાં વાવેતર થયું

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાજરી 10475, મગ 15243, મગફળી 25039 હેકટરમાં
  • ઘાસચારો 46206, ગુવાર 31412, શાકભાજી 4438, મઠ 2730, અડદ 560 હેકટરમાં ​​​​​​​વવાયા

કચ્છ જિલ્લામાં 7 લાખ 53 હજાર 907 હેકટર ખેડવાલાયક વિસ્તાર છે, જેમાંથી 2 લાખ 53 હજાર 078 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થઈ ગયું છે. આમ, જુલાઈ માસની 22મી તારીખ સુધી 33.56 ટકે વાવેતર પહોંચ્યું છે.

જિલ્લા પંચાયત સ્થિત ખેતીવાડી અધિકારી કચેરીના નાયબ ખેતી નિયામક શાંતિલાલ પ્રજાપતિઅે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ સામાન્ય વાવેતર 6 લાખ 7 હજાર 458 હેકટર રહ્યું છે. અા વખતે જુલાઈ માસ સુધી 2 લાખ 53 હજાર 048 હેકટરે વાવેતર પહોંચી ગયું છે.

વાવતેરમાં મુખ્યત્વે બાજરી 10475, મગત 15243, મઠ 2730, અડદ 560, અન્ય કઠોળ 130, મગફળી 25039, તલ 4222, દિવેલા 47623, કપાસ પિયત 64427 અને બિનપિયત 200, ગુવાર 31412, શાકભાજી 4438, ઘાસચારો 46206, સક્કરટેટી 10, મીંઢીઆવર 325 હેકટરમાં વવાયા છે. આમ, ખેડવાલાયક 7 લાખ 53 હજાર 907માંથી 33.56 ટકા વાવેતર થઈ ગયું છે.

તાલુકા મુજબ વાવેતર

તાલુકોવાવેતર (હે.)
અબડાસા16810
અંજાર23370
ભચાઉ76860
ભુજ25531
ગાંધીધામ175
લખપત8776
માંડવી9936
મુન્દ્રા5280
નખત્રાણા30845
રાપર55465
કુલ253048
અન્ય સમાચારો પણ છે...