લમ્પી વાયરસ:કચ્છમાં 1580 પશુઓને સારવાર અને 11557નું કરાયું રસીકરણ

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોગ સંપૂર્ણ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી સારવારની સાથે રસીકરણની કામગીરી ચાલુ રહેશે

ગાયોમાં જોવા મળતા લમ્પી રોગના કારણે સરકારી તંત્રોમાં દોડધામ મચી ગઇ છે ત્યારે કચ્છમાં અત્યાર સુધી લમ્પી સ્કીન ડીસીઝના 1580 કેસ નોંધાયા છે. તેમજ કુલ 11,557 પશુઓનું રસીકરણ કરાયું છે.જિલ્લામાં જ્યાં સુધી આ રોગ સંપૂર્ણ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ રહેશે.

આ રોગચાળાને કાબૂમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા,પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી તેમજ યોગ્ય દવાઓનાં ઉપયોગથી માખી, મચ્છર અને ઇતરડીનો ઉપદ્રવ અટકાવવો. રોગગ્રસ્ત વિસ્તારમાંથી કોઇ પશુ લાવવું નહી. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું જોઈએ તેવું નાયબ પશુપાલન નિયામક ડો.એચ. એમ. ઠક્કરે જણાવ્યું હતું.

લક્ષણો જણાય તો તાલુકાના નોડલ ઓફિસરનો સંપર્ક કરો
જિલ્લાના નોડલ અધિકારી તરીકે ડો.એચ. એમ. ઠક્કર , નાયબ પશુપાલન નિયામક મો.૯૪૨૬૭૧૪૯૧૯ અને સહ નોડલ અધિકારી તરીકે ડો. એ.એસ.પરમાર , નાયબ પશુપાલન નિયામક, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના ભુજ ૯૯૦૯૬૭૪૮૧૨ની નિમણુંક કરાઇ છે. જ્યારે તાલુકા નોડલ અધિકારી તરીકે ભુજ માટે ડો. ડી.જે. ઠાકોર મો.નં. ૯૪૨૭૦૦૩૧૧૦, નખત્રાણા અને લખપત તાલુકા માટે ડૉ. આર. યુ. ચૌધરી ૯૯૨૫૫૪૧૯૮૨, અબડાસા માટે ડો. મહેંદ્રસિંહ ચૌહાણ ૯૯૭૯૭૮૪૨૧૧, માંડવી અને મુંદ્રા માટે ડો. વી.ડી. રામાણી ૯૮૭૯૧૨૧૩૫૯, અંજાર અને ગાંધીધામ માટે ડૉ. ગિરીશ પરમાર ૯૮૨૫૫૯૧૪૭૩, રાપર અને ભચાઉ તાલુકા માટે ડૉ. નીલેશ પટેલ ૯૯૨૫૩૨૭૭૮૫ ની નિમણુંક કરાઈ છે.

રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી
લમ્પી સ્કીન ડીસીઝ નામનો ચેપી રોગચાળો કેપ્રી ​​​​​​​પોક્ષ નામના વાઇરસથી થાય છે. જે વાઇરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જૂ તથા ઇતરડીથી ફેલાય છે.રોગના વાઈરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે.મોઢામાંથી લાળ પડે છે. ત્યારબાદ પશુની ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે, રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિને લીધે આપોઆપ ૨ થી ૩ અઠવાડિયામાં સાજુ થઇ જાય છે. આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.

અન્ય સમાચારો પણ છે...