કાર્યવાહી:કોડાયમાં પતિના મિત્રએ જ પરિણીતા સાથે આચર્યું દુષ્કર્મ

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાં અને ગાંધીધામના ગોડાઉનમાં શરીર સબંધ બાંધ્યો
  • અંગત પળોના ફોટા વાયરલ કરી દેવાની આપતો હતો ધમકી

માંડવીના કોડાય ગામની 25 વર્ષીય પરણિત યુવતીના પતિના મિત્રએ પ્રેમમાં ફસાવ્યા બાદ બ્લેકમેઇલ કરીને કોઇને કહીશ તો, મોબાઇલમાં રહેલા અંગત ફોટા પરિવારજનોને વાયરલ કરી દેવાની ધમકી આપીને છેલ્લા છ મહિનાથી વાંવાર દુષ્કર્મ ગુજારતાં આખરે માંડવી પોલીસમાં ભોગબનાર યુવતીએ ફારિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને શનિવારે ઝડપી પાડીને આગળની કાર્યવાહી કરી છે.

ભોગબનાર પરિણીતાએ ફરિયાદમાં પોલીસને જણાવ્યું કે આરોપી નૈતિક કિરીટભાઈ સોમેશ્વર (ઠક્કર) તેના પતિનો ધંધાકીય મિત્ર હોઇ ઘરે આવ-જાવ કરતો હતો. દરમિયાન આરોપીએ ફરિયાદી યુવતીને પ્રેમમાં ફસાવીને છએક મહિનાથી ફરિયાદી યુવતીના ઘરે અને ગાંધીધામમાં આરોપીના મિત્ર ગોડાઉન ખાતે બોલાવી બળજબરી પૂર્વક વારંવાર શરીર સબંધ બાંધ્યો હતો.

ફરિયાદીના પતિને જાણ થતાં ફરિયાદી યુવતીએ આરોપીને ઘરે આવવાની ના કહેતા આરોપીએ ફરિયાદી યુવતીના પોતાના મોબાઇલ પર લીધેલા નગ્ન ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી.આખરે આરોપી વિરૂધ માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુધ્ધ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...