અસુવિધાથી હાલાકી:ભચાઉના હિમતપુરા અને મદીના નગર વિસ્તારમાં ગટરની કાયમી સમસ્યાથી લોકો ત્રાહિમામ

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાલુકા મથક ભચાઉ નગર વર્ષ 2001ના ભૂકંપમાં સંપૂર્ણ ધ્વસ્ત થઇ ગયું હતું, પરન્તુ ત્યારબાદ ઔધોગિક એકમોના આગમન અને સરકારની નિતિઓથી વિકાસની પાંખે સવાર થતા હવે ચૌ તરફ વિસ્તરી ચૂક્યું છે. પરંતુ હજુ પણ નગરના અમુક વિસ્તારો મૂળભૂત સુવિધાના અભાવે હાલાકી ભોગવી રહ્યા છે. વાત કરવામાં આવે હિમતપુરા અને મદીના નગર વિસ્તારની, તો અહીં સફાઈના અભાવે પારાવાર ગંદકી અને ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યાં છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટરની સમસ્યા અંગે રજૂઆતો કરાયા બાદ પણ કોઈજ ઉકેલ લાવતો ના હોવાની ફરિયાદ ઉઠી છે.

નગરની પશ્ચિમ દિશાએ આવેલા બોર્ડિંગ રોડ પરના હિમતપુરા અને તેની પછવાડે આવેલા મદીના નગરમાં અવારનવાર ગરટ ઓવરફ્લો થવાની ઘટના બનતી રહે છે.જેને લઈ માર્ગ પરથી પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તથા કાયમી માખી મચ્છરનો ઉપદ્રવ રહેતો હોવાથી બીમારીનું પ્રમાણ પણ આ વિસ્તારમાં સવિશેષ રહે છે. જ્યારે અહીંથી બતીયા વિસ્તાર સુધી જતા વરસાદી વોકડામાં વર્ષભર ગટરના પાણી વહેતા રહે છે. તો ડંપિંગ સાઇટ પણ આજ વિસ્તારમાં આવેલી છે. નિવારણ માટે બોર્ડિંગ રોડના નિવાસીઓએ સહી સાથે તંત્રને આવેદનપત્ર પણ આપ્યું હતું. છતાં કોઈ નિવેડો આવતો ના હોવાનું શહેર કોંગેસ ઉપ પ્રમુખ નૂરમામદ કાસમે જણાવ્યું હતું. તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ લવાય એવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...