વરસાદની શક્યતા નહિવત:ગુજરાતમાં માવઠાની અસર હેઠળ કચ્છમાં તાપમાન નીચું રહે તેવી વકી

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા નહિવત
  • જિલ્લામાં પાટનગર ભુજ 40.4 ડિગ્રીએ વધુ તપ્યું

રાજ્યમાં માવઠાની અસર હેઠળ કચ્છમાં સપ્તાહ દરમ્યાન તાપમાનનો પારો નીચો રહેશે પરંતુ કમોસમી વરસાદની શક્યતા નહિવત છે. ગુરૂવારે કચ્છનું પાટનગર ભુજ 40.4 ડિગ્રી સાથે જિલ્લામાં સોથી વધુ તપ્યું હતું. કચ્છના પાડોશી જિલ્લાઓમાં હવામાન વિભાગે માવઠાની શક્યતા દર્શાવી છે, જો કે, કચ્છમાં કમોસમી વરસાદની શક્યતા નકારાઇ છે. પાડોશી જિલ્લાઓમાં માવઠાની અસર હેઠળ કચ્છમાં સપ્તાહ દરમ્યાન તાપમાનનો પારો નીચો રહેશે, જેથી આગ ઓકતા તાપમાંથી જિલ્લાવાસીઓને આગામી 4-5 દિવસ સુધી રાહત થશે.

જો કે, ત્યારબાદ તાપમાનનો પારો ફરી ઉંચકાય તેવી વકી છે. બળબળતા તાપ અને લૂમાંથી જિલ્લાવાસીઓને રાહત થઇ છે અને તા.5-5, ગુરૂવારના જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી, લઘુત્તમ 26.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં અધિકત્તમ 39.5 ડિગ્રી, ન્યૂનત્તમ 27.6 ડિગ્રી, કંડલા પોર્ટ પર મહત્તમ 39 ડિગ્રી, લઘુત્તમ 27.5 ડિગ્રી અને નલિયામાં અધિકત્તમ 35.8 ડિગ્રી, ન્યૂનત્તમ 27.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...