આપઘાત:મોટી નાગલપરમાં પરિણીતાએ ગળે ફાંસો ખાધો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાખાપરની કંપનીમાં વોમિટ બાદ ઝારખંડનાે કામદાર ઢળી પડ્યો: હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો

અંજારના મોટી નાગલપર પાસે મિથિલાનગરીમાં રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લઇ અંતિમ પગલું ભરી લીધું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, મોટી નાગલપરના મીથિલા નગરમાં રહેતા 32 વર્ષીય પરિણીતા કંકુબેન વિજયભાઇ ઝરૂએ રવિવારે સવારે પોણા બાર વાગ્યાના અરસામાં પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લીધો હોવાનું તેમનો મૃતદેહ લઇ આવનાર કરશનભાઇ ગાગાભાઇ ઝરૂએ અંજાર સીએચસીના તબીબને આપેલી વિગતોની અંજાર પોલીસને જાણ કરાઇ હતી.

આ પરિણીતાએ કયા કારણોસર અંતિમ પગલું ભરી લીધું તે જાણવા પીએસઆઇ બી.જી.ડાંગરે વધુ તપાસ હાથ ધરી છે. કંપનીમાં જમ્યાબાદ વોમિટ થતા પરપ્રાંતીય કામદાર બેભાન થઇ પડી ગયો હતો.જેને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવાતા મોત થયું હતું.

તો મુન્દ્રાના લાખાપર પાસે આવેલ સૌરાષ્ટ્ર ફયુલ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં કામ કરતા મૂળ ઝારખંડના ધનબાદ જિલ્લાના 45 વર્ષીય ડેગલાલ ડોમન રઝક કંપનીના મેસમાં જમ્યા પછી જઈ રહ્યો હતો.પરપ્રાંતીય કામદારને અચાનક વોમિટ થતા બેભાન થઇ જમીન પર ઢળી પડ્યો હતો.બનાવને પગલે સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબ ડૉ.મયુરસિંહ જાડેજાએ તેમને મૃત જાહેર કર્યો હતો.પરપ્રાંતીય શ્રમિકના મોતને પગલે પ્રાગપર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...