ભુજની અદાણી સંચાલિત જી.કે જનરલ હોસ્પિટલમાં લવાયેલી 16 વર્ષની તરૂણીને ખેતીવાડીમાં વપરાતા કિટનાશક ઓર્ગેનોફોશ્ફેટ પોઈઝનિંગ(ઑ.પી)ની વધારે અસર થઈ જવાથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી. નર્વસ સિસ્ટમ ખોરવાઈ જવાને કારણે વેન્ટિલેટર સહિતની સઘન સારવાર અપાયા પછી બચાવી લેવામાં આવી હતી.
જિયાપર ગામની પ્રિયાને ખેતીવાડીમાં પાકને દવા છંટકાવ દરમ્યાન કોઈ કારણસર જંતુનાશક દવાની અસર થતાં તાત્કાલિક હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે શ્વાસોચ્છવાસમાં વધારે તકલીફ જણાતા વેળાસર વેન્ટિલેટર ઉપર લઈ, લેબ.પરીક્ષણ કરાવ્યું અને સારવાર શરું કરી દેવાઇ હતી.
સતત સાત દિવસ વેન્ટિલેટર ઉપર રાખી કિટનાશક ઝેરનું શરીરમાથી સંપૂર્ણ મારણ કર્યા બાદ શ્વાસોચ્છવાસ સામાન્ય થયા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી એવું ડો.હાર્દિક ચૌધરીએ જણાવ્યું હતું, મેડિસિન વિભાગના હેડ ડો.યેસા ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડો. નયનેશ શાહ અને ડો.કૃણાલ પટેલ સરવારમાં જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.