• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • In Bhuj, The Majdoor Sangh Held A Meeting To Decide The Strategy Before Presenting The Outstanding Issues Of The Employees.

બેઠક:ભુજમાં મજદૂર સંઘની કર્મચારીઓના પડતર પ્રશ્નોની રજૂઆત પૂર્વે રણનીતિ નક્કી કરવા બેઠક યોજાઈ

કચ્છ (ભુજ )20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી તા. 12ના ગાંધીનગર ખાતે આયોજિત રેલીમાં કચ્છના કર્મીઓ જોડાશે

ગુજરાત સરકાર સામે સરકારી, અર્ધ સરકારી અને રોજમદાર કર્મચારીઓ દ્વારા વિવિધ માગ સાથે હડતાળ અને ધરણાં પ્રદર્શનની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લા મજદૂર સંઘ દ્વારા આજે વિવિધ સરકારી એકમોમાં ફરજ બજાવતા કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ લાવવાની રજુઆત માટે રણનીતિ નક્કી કરવા આજે ભુજ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી. તેમાં કર્મચારીઓને અપૂરતા પગાર સહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આગામી તા. 12ના ગાંધીનગર ખાતે ગુજરાત મજદૂર સંગ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત માટે આયોજિત રેલીમાં જોડવવાનું પણ નક્કી કરાયું હતું. આ વેળાએ સમગ્ર જિલ્લામાંથી મજદૂર સંઘ સંલગ્ન સરકારી કર્મચારીઓને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને હમારી માંગે પુરી કરોના સુત્રોચાર પણ પોકાર્યા હતા.

સંઘના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા
ભુજ ખાતે મળેલી મજદૂર સંઘની બેઠકમાં કર્મીઓ વતી કર્મચારીએ જણાવ્યું હતું કે સરકાર કૃત વિદ્યુત વિભાગ, આરોગ્ય વિભાગ, પાણી પુરવઠા અને એસટી વિભાગમાં મજદૂર સંઘ પ્રેરિત કર્મચારીઓ મોટી સંખ્યમાં ફરજ નિભાવી રહ્યા છે. પરંતુ ફરજ પ્રમાણે પૂરતું વળતર ના મળતું હોવા સહિતના અનેક પ્રશ્નો અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી ચૂકી છે. આ પ્રશ્નોના ઉકેલ વિશે સરકાર દ્વારા કોઈજ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તેથી આગામી તા. 12 ગાંધીનગર ખાતે ગુજરાત મજદૂર સંઘ દ્વારા આયોજિત રેલીમાં કચ્છના મજદૂર સંઘ હેઠળના કર્મચારીઓ પણ જોડાય તે માટેની ચર્ચા અંતર્ગત આજે બેઠક યોજાઇ હતી. આંગડવાડી કેન્દ્રની આશા વર્કર બહેનો અને વિવિધ સરકારી વિભાગમાં કામ કરતા કર્મીઓએ ઉપસ્થિત રહી માંગ સ્વીકારવા નારા પોકાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...