ભુજમાં ચાલુ નોકરીએ નંબર પ્લેટ વીના અને કાળા કાચ સાથેની કાર લઇને આવેલા ખાવડા પોલીસ મથકના એસએસઆઇને પોલીસ અધિક્ષક જોઇ જતાં કચેરીએ બોલાવીને સસ્પેન્ડ કરી દીધા હતા. તો ગઢશીશા પોલીસની હદમાં દારૂના ક્વોલિટી કેસમાં બેદરકારી બદલ બાયઠ ઓપીના એએસઆઇને પણ સસ્પેન્ડ કરી દેવાતાં પોલીસ બેડામાં ખડભડાટ મચી ગયો છે.
બે ત્રણ દિવસ પૂર્વે ભુજના અને હાલ ખાવડા પોલીસ મથકમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ જાડેજા ચાલુ ફરજ દરમિયાન સાદા ડ્રેશમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ સાથેની સ્કોર્પિયો કાર લઇને ભુજની કોર્ટ પાસે આવેલી ચાની હોટલ નજીક ઉભા હતા. ત્યારે યોગાનું યોગ ત્યાંથી પોલીસ અધિક્ષક સૌરભસિંઘ પસાર થતાં તૂરંત ચેમ્બરમાં બોલાવી પૂછપરછ કરાઇ હતી.
ASI જાડેજાના જવાબથી નારાજ એસપીએ સસ્પેન્ડ કરી દીધા હતા. તાજેતરમાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગઢશીશા પોલીસની હદમાં દારૂનો ક્વોલિટી કેસ કર્યો હતો. જેમાં બાયઠ ઓપીમાં છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતા એએસઆઇ પેથાભાઈ કરમણભાઈ સોધમની બેદરકારી ધ્યાનમાં આવતા એસપીએ તુરંત પગલા લઇને ફરજ મોકુફ કરી દીધા હતા.
સસ્પેન્ડના ઓર્ડર થતાં પોલીસ કર્મચારીઓમાં ભારે ગણગણાટ વહેતો થયો હતો. જેમાં સસ્પેન્ડ કરાયેલા એએસઆઇ નરેન્દ્રસિંહ જાડેજા અંગે એસપી સુધી અનેક ફરિયાદો પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. એસપી નજરો નજર જોઇ જતાં ફરજ મોકુફ કરી દેવાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.